ફરિયાદ:મહેસાણાના શ્રીજી શરણમ ફ્લેટ આગળ કાર અને રિક્ષાચાલક વચ્ચે મારામારી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામ સામે અલગ અલગ ફરિયાદ નોધાઇ

મહેસાણાના ઉચરપી રોડ ઉપર આવેલ શ્રીજી શરણમ ફ્લેટ આગળ રાત્રે ગાડી અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી બાદ થયેલી મારામારીમાં સામસામે ફરિયાદ નોધાઇ હતી.શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતાં વિષ્ણુભાઇ ચંપુભા વાઘેલા તેમના સાળા હિમતસિંહ માટે મસાલો લેવા દુકાને જતા હતા તે દર્શનભાઇ પંડીત રિક્ષા લઇ ફ્લેટમાં વળતા હતા અને એક કાર આવતા દર્શનભાઇએ જોઈને કાર ચલાવો તેમ કહ્યુ હતુ અને બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.તે વખતે સાળા હિમંતસિહ હાજર હતા અને બંન્ને વચ્ચે સમાધાન થયુ હતું.

ત્યારબાદ ઘરે જમવા બેઠા હતા ત્યાં જયંતીભાઇ ચૌધરી અને હિતેનભાઇ ચૌધરી ધારીયુ લઇ આવી કપાળના ભાગે માર્યુ અને સાળા વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર માર્યો હતો.વિષ્ણુભાઇ વાઘેલાએ ઉચરપીના હિતેનભાઇ બાબુલાલ ચૌધરી અને અક્ષરધામના જયંતીભાઇ બબાભાઇ ચૌધરી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે જયંતિભાઇ ચોધરીએ નોધાવેલ ફરિયાદ મુજબ તેઓ રાત્રે હીતેનભાઇને કારમાં તેમને ઘરે છોડી આવીને પરત ઉચરપી ઘરે ફરી રહ્યા હતા આ દરમ્યાન રોડ ઉપર શ્રીજી શરણમ ફ્લેટ પાસે આવતા રિક્ષાચાલક મહેસાણા તરફથી આવતા હોઇ સોસાયટીમાં વાળી દેતાં ઉશ્કેરાઇને રિક્ષાચાલક છરી લઇ ગાડીનો કાચ તોડી નાખેલ,તે વખતે બુમાબુમ કરતાં પાછળ પડેલા વિષ્ણુજીએ છરી મારી હતી.આથી જયંતિભાઇ ચૌધરીએ શ્રીજી શરણમ ફ્લેટના હિમતસિંહ ચેહરસિંહ સોલંકી અને વિષ્ણુભા ચંપુભા વાઘેલા વિુરધ્ધ ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...