ઓમિક્રોન ગામડામાં પહોંચ્યો:ગુજરાતમાં પાંચમો કેસ વિજાપુરના પિલવાઈમાં નોંધાયો, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડનગર મેડિકલ કોલેજ ખાતે મહિલાની ચાલી રહી છે સારવાર. - Divya Bhaskar
વડનગર મેડિકલ કોલેજ ખાતે મહિલાની ચાલી રહી છે સારવાર.
  • 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતાં સાસુ અને વહુને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ વેરિયન્ટ ગામડામાં પણ પહોંચી ગયો છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ સામે નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતાં સાસુ-વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેને લઈ તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. આ પહેલાં જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો..

જિલ્લા આરોગ્યતંત્રએ હોમ ક્વોરન્ટીન કર્યા હતા
પિલવાઈમાં રહેતી 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ શોક સભામાં અનેક લોકો આવ્યા હતા, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણો દેખાતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ જિલ્લા આરોગ્યતંત્રએ તેમને હોમ ક્વોરન્ટીન કર્યાં હતાં.

મહિલા વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે
પિલવાઈ ખાતે રહેતી 43 વર્ષીય મહિલાનાં સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં, જ્યાં તેનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે. જિલ્લા આરોગતંત્રના જણાવ્યા પ્રમાણે, હાલમાં ઓમિક્રોન કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. મહિલાને સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે.

મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી​​​​​​​
ઓમિક્રોન પોઝિટિવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાનાં સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલાં પરિવારજનો એક બેસણાના પ્રસંગે મળ્યાં હતાં. ઝિમ્બાબ્વેથી આવેલાં સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

કોરોનાનો પ્રથમ કેસ પણ વિજાપુર શહેરમાં નોંધાયો હતો
ઉ.ગુ.માં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ મહેસાણાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં નોંધાયો છે. યોગાનું યોગ ગત વર્ષે જ્યારે કોરોનાની શરૂઆત થઇ ત્યારે ઉત્તર ગુજરાતનો કેસ વિજાપુર શહેરમાં નોંધાયો હતો.

ઉ.ગુ.માં 953 વિદેશથી આવ્યા

જિલ્લોવિદેશથી આવ્યા
મહેસાણા327
પાટણ14
બનાસકાંઠા190
સાબરકાંઠા345
અરવલ્લી77
કુલ953

ઉ.ગુ.માં કોરોનાના 10 એક્ટીવ કેસ

જિલ્લોએક્ટીવકેસ
મહેસાણા4
પાટણ2
બનાસકાંઠા4
સાબરકાંઠા0
અરવલ્લી0
કુલ10

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...