તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારધામ:મહેસાણાના ઊંઝાના 15 શખ્સો આબુની હોટલમાં જુગાર રમતા ઝડપાયા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓ પાસેથી 58 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો

મહેસાણા જિલ્લાના ઊંઝાના 15 જેટલા જુગરીઓ માઉન્ટ આબુમાં આવેલી એક હોટેલ માં જુગાર રમતા ઝડપાઇ ગયા છે. જેમાં પોલીસે 15 જેટલા જુગારીઓ ને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

માઉન્ટ આબુ ખાતે મોટા ભાગ ના ગુજરાતીઓ પોતાના મનોરંજન માટે માઉન્ટ આબુ ખાતે આવી પહોંચતા હોય છે એવા માં કેટલાક લોકો સ્પેશિયલ જુગાર જેવી રમતો રમવા માટે આબુ જેવી જગ્યઓ પસંદ કરતાં હોય છે.

રાજસ્થાન ના માઉન્ટ આબુ ખાતે આવેલ વન વિભાગ ની ઓફિસ પાસે આબુ પર્વત માં આવેલ હોટેલ સનસેટ ઇન માં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસ અધિકારી સરોજ બૈરવા અને તેમની ટિમ દ્વારા સનસેટ ઇન હોટેલ માં રેડ મારી હતી ત્યારે હોટેલ ના રૂમ નંબર 45 માં 15 જેટલા ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા જેમાં તમામ 15 વ્યક્તિઓ મહેસાણા જિલ્લા ના ઊંઝા ના હોવાનું સામે આવી રહ્યું છે જેમાં પોલીસે 15 જુગરીઓ સહિત રૂ 58 હજાર 520 ના મુદ્દામાલ ઝડપી સાધન સામગ્રી ઝપ્ત કરી હતી.

જુગાર રમતા ઝડપાયેલા જુગારીઓના નામપટેલ શ્યામ જયંતિ ભાઈ , ઊંઝા પટેલ કેતન અંબાલાલ, ઊંઝાપટેલ જીતેન્દ્ર મનુભાઈપટેલ મુકન રમણલાલ પટેલ જીગ્નેશ અંબાલાલપટેલ રાકેશ મફતલાલપટેલ બળદેવ ભાઈ ગાંડાભાઈપટેલ સુરેશભાઈ કાંતિભાઈપટેલ મનન અરવિંદભાઈપટેલ મહેશ કુમાર સીતારામ ભાઈપટેલ ગણપત રાજેન્દ્ર ભાઈપટેલ રામેશકુમાર ગોરધનભાઈપટેલ ધર્મેશ ભાઈ દશરથ ભાઈપટેલ હિતેશ ભાઈ નટવરલાલ પટેલ જીગ્નેશ લીલાભાઈ

અન્ય સમાચારો પણ છે...