તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મહેસાણા જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટે અનુસૂચિત જાતિના 980 છાત્રોને ફી માફીનો લાભ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષમાં 2483 છાત્રોને લાભ મળ્યો
  • ઉચ્ચ શિક્ષણ મેળવવા અનુસૂચિત જાતિના છાત્રોના ખાતામાં નાણાં જમા કરાશે

મહેસાણા જિલ્લામાં પછાત વર્ગ કલ્યાણ અધિકારી વિભાગે અનુસૂચિત જાતિમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 2483 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે ફી માફીનો લાભ આપ્યો છે.

જિલ્લામાં પછાત વર્ગના 2483 છાત્રોને આ લાભ મળતા અભ્યાસ કરવામાં રાહત મળી છે, જેમાં હાલના સમયમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે, ત્યારે મધ્યમ અને પછાત વર્ગના છાત્રો પોતાનો ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થામાં જ ફીના નાણાં બારોબાર જમા કરાવ્યા છે.

મહેસાણા જિલ્લામાં પણ અનુસૂચિત જાતિના 2483 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે ફી માફીનો લાભ મળ્યો છે. અગાઉના બે વર્ષ દરમિયાન રાજ્ય સરકાર શિક્ષણ આપતી સંસ્થામાં જ નાણાં બારોબાર જમા તથા પરંતુ વર્ષ 2020 અને 21થી આ નાણાં ઉચ્ચ શિક્ષણ મેળવતા અનુસૂચિત જાતિના છાત્રોના ખાતામાં જમા કરવામાં આવશે. જેમા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગએ નવી ગાઇડલાઇન પણ જાહેર કરી છે.

મહેસાણા જિલ્લામાં પછાત વર્ગ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના છાત્રોને ઉચ્ચ શિક્ષણ માટે ફી આપવાની યોજના અમલમાં છે, ત્યારે આ માટે મહેસાણા જિલ્લામાં વર્ષ 2018-19 દરમિયાન 955 , વર્ષ 2019-20માં 548, વર્ષ 2020-21માં 980 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...