સમસ્યા:વિજાપુરના દોશીવાડા વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ઉભરાતા રોગચોળો ફાટવાની દહેશત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર ને જાણ કરાઈ હોવા છતાં તંત્ર ભર નિદ્રા માં શાસક પક્ષ સવલત આપવામાં નિષ્ફળ

વિજાપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં માં જેમાં કસાઇવાડો, દોશીવાડા રોડ તેમજ રાઠોડ વાસ, અશરફી ચોક, વ્હોરાવાડ, ચક્કર વલ્લીવાળોવાસ સહીતના વિસ્તારમાં ગટર માંથી ઉભરાતા ગંદાપાણી માં ઉદ્દભવેલા મચ્છર જન્ય રોગો ના કારણે ઘેરઘેર બીમારી ફેલાઈ રહી હોવાની લોકોમાં દહેશત ઉભી થવા પામી છે.

કેટલાક લોકો ખાનગી દવાખાના માં સારવાર લઈ રહયા છે એવા ઘણા લોકો બીમારી વશ થયા છે ગટર ના ઉભરાતા ગંદાપાણી નો સત્વરે નિકાલ લાવવામાં નહીં આવે હાલ માં ઘર માં એક બીમાર છે તો કાલે આખો ઘર બીમારી માં સપડાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે ગટરો ની સફાઈ કરવા આવતા કામદાર કોઈ દીવસ ગટર ચોખ્ખી કરવા માં સમજતા નથી તેવું આ વિસ્તાર ના લોકો જણાવી રહયા છે.

વૈદ્યના માઢ પાસે કનુ ભાઈ દરજીની દુકાન પાસેની ખુલ્લી ગટર કદી સાફ થતી નથી કામદાર અહીં સફાઈ કરવાની તસ્દી નથી લેતા તેવુ પણ લોકોએ રોષ વ્યકત કર્યો હતો મસ્જીદ માં નમાજ પઢવા જતા લોકો પણ ઘણા સમય થી ઉભરાતી ગટરોને કારણે પરેશાની ઉઠાવી રહયા છે. છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસર મંટીલ પટેલ દ્વારા રજુઆત કરવા વાળાને સમસ્યા નો નિકાલ કરવા માટે દિલશો આપ્યો હતો પરન્તુ સમસ્યા નો આજદિન સુધી હલ થઈ નથી.

જો આ વિસ્તારોમાં ઉભરાતી ગંદાપાણી ની કાયમી સમસ્યા નો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયે લોકો ગાંધી માર્ગે જતા અટકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. સફાઈ ના મુદ્દે પાલીકા ના શાશક પક્ષ સદંતર નિષ્ફળ ગયો હોવાનો પણ લોકોએ રોષ વ્યકત કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...