તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:બનાસ ડેરીમાં નોકરીનું કહી પિતા-પુત્રનો 19 બેરોજગારોને રૂ. 46.13 લાખનો ચૂનો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસપીને અરજી બાદ અઢી મહિને રાજપુર(વડ)ના ઠગ પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો

બનાસ ડેરીમાં નોકરી અપાવવાનું કહી વડનગરના રાજપુર (વડ)ના પિતા-પુત્રએ વડનગર, વિસનગર, ખેરાલુ પંથકના 19 બેરોજગાર યુવકોને રૂ.46.13 લાખનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવતાં ઠગાઇનો ભોગ બનેલા યુવકોએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. બેરોજગાર યુવકોએ એસપીને અરજી કર્યાના અઢી માસ બાદ ઠગ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે.

ખેરાલુના ડભોડાના રામસિંહ વિષ્ણુજી ઠાકોરને છાબલિયાના બલુસિંહ અમરતજી ઠાકોર મારફતે વડનગરના રાજપુર(વડ)ના ભાવિક બાબુભાઈ ચૌધરી સાથે પરિચય થતાં ભાવિકે તેના પિતાને બનાસ ડેરીમાં ઓળખાણ હોઇ નોકરીનું સેટિંગ કરાવી આપવાનું કહી રામસિંહ ઠાકોર સાથે રૂ.2.20 લાખ માગતાં ભાવિક ચૌધરી અને તેના પિતા બાબુ રામજીભાઈ ચૌધરીએ એપોઈમેન્ટ લેટર આપતાં રામસિંહે રૂ.2.20 લાખ રોકડા આપ્યા હતા. બાદ નોકરી ઉપર હાજર થવા બાબતે ભાવિક ચૌધરી વાયદા કરે જતો હોઇ રામસિંહ ઠાકોરે તપાસ કરતાં ખોટા એપોઈમેન્ટ લેટર આપી અનેક બેરોજગાર યુવકોને ભાવિક ચૌધરીએ છેતર્યાની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડીનો ભોગ બનનારા યુવકોના નામ
1.કૌશિક અરવિંદજી ઠાકોર, છાબલીયા 3.30 લાખ
2.વીરાજી નટવરજી ઠાકોર, વડનગર 15,000
3. વિપુલ વિષ્ણુજી ઠાકોર, જગાપુરા 4.55 લાખ
4.કિરણ દશરથજી ઠાકોર, કંકુપુરા, 2.35 લાખ
5.સુરેશ ગણેશજી ઠાકોર, વડનગર 2.30 લાખ
6.પ્રવિણ દાદુજી ઠાકોર, વડનગર 1.10 લાખ,
7.દિલીપ ખોડાજી ઠાકોર, સરણા 2.88 લાખ
8.જશપાલ ભરતજી ઠાકોર, ડભોડા 3.10 લાખ,
9.અનિલ બાબુજી ઠાકોર, છાબલીયા 3.10 લાખ,
10.બાલુજી અમરતજી ઠાકોર, વડનગર 2.50 લાખ
11.ભાવસિંહ ગોવિંદજી ચૌહાણ, છાબલીયા 2.35 લાખ
12.ગણપત અમરતજી ઠાકોર, તરભ 2.25 લાખ
13.હસમુખ ચતુરજી ઠાકોર, ગોઠવા 2.25 લાખ
14.કિરણ જગાજી ઠાકોર, છાબલીયા 2.45 લાખ
15.મેહુલ મનુજી ઠાકોર, છાબલીયા વડનગર 50,000
16.મુકેશ લાલાજી ચૌહાણ, વડનગર 60,000
17.સંદિપ નાગજીજી સોલંકી, જાસ્કા 3.70 લાખ
18.સંજય વિષ્ણુજી ઠાકોર, જગાપુરા 70,000
19.વિક્રમ દલાજી ઠાકોર, તરભ 1.80 લાખ

અન્ય સમાચારો પણ છે...