તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગમાં ભંગ પડ્યો:મહેસાણામાં પુત્રના લગ્નમાં DJ લાવવું પિતાને ભારે પડ્યું, કોવિડ ગાઈડલાઈન ભંગ બદલ પોલીસે ગુનો દાખલ કર્યો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DJ માટે કોઈ પાસ પરમીટ ના હોવાના કારણે પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ નોંધી

મહેસાણા શહેરમાં પુત્રના લગ્ન પ્રસંગે DJ બોલાવવું પિતાને ભારે પડ્યું છે. લગ્નના ખુશીના પ્રસંગમાં DJ બોલાવી તેના તાલે અનેક લોકો એકત્રિત થઈ ડાન્સ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ આવી પહોંચી હતી. DJ માટે કોઈ પાસ પરમીટ ના હોવાના કારણે પોલીસે કોરોના ગાઈડલાઈન ભંગ બદલ પિતા સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગની ફરિયાદ નોંધી હતી.

મહેસાણા જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખૂબ ખાતક સાબિત થઈ હતી. જેમાં આવનારી ત્રીજી લહેરને રોકવા આરોગ્ય અને પોલીસ પ્રસાસન અનેક પ્રયત્નો કરતા નજરે પડતા હોય છે. તેમજ કોવિડ ગાઈડલાઈન ભંગ કરનાર લોકો સામે પણ કાર્યવાહી કરતા હોય છે. ત્યારે મહેસાણા શહેરમાં પુત્રના લગ્ન પ્રસંગે પિતાએ DJ બોલાવ્યું હતું. DJના તાલે અનેક લોકો એકત્રિત થઈ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પોલીસ આવીને કોવિડ ગાઈડલાઈન ભંગની ફરિયાદ નોંધી હતી.

મહેસાણા શહેરમાં પરા વિસ્તારમાં આવેલા ઓડ વાસમાં રહેતા 55 વર્ષીય રસિકલાલ પરસોતમદાસના પુત્ર ના લગ્ન પ્રશ્નગ હોવાના કારણે પિતાએ DJ બોલાવ્યું હતું. જેમાં DJના તાલે લોકો એકત્રિત થઈને ઝુમી રહ્યા હતા એ દરમિયાન મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો સિદ્ધપુરી બજાર બાજુ પેટ્રોલિંગમાં હતા ત્યારે DJ જોતા પોલીસે તપાસ કરી હતી.

તપાસ કરતા DJ માટે કોઈ પાસ પરમીટ ના હોવાના કારણે પોલીસે કોરોના ગાઈડલાઈન ભંગ બદલ પિતા સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરવા બદલ તેમની વિરુદ્ધમાં આઈ.પી.સી. કલમ 188 અને 269 તેમજ એપેડમિક ડીસીઝ એકટ 1897 કલમ 3 મુજબ મહેસાણા A પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...