મહેસાણા પેરોલ ફ્લો સ્કવોડે વિજાપુર તાલુકાના સંઘપુર ગામે સાબરમતી નદીનાં કોતરો નજીક ફાર્મહાઉસમાં ચાલતા જુગારધામ પર રેડ કરી પ્લાસ્ટિકના કોઈનથી જુગાર રમી રહેલા 11 જુગારીઓ તેમજ અહીં કામ કરતી મૂળ નેપાળની અને હાલ દિલ્હીમાં રહેતી બે યુવતી સહિત 13 જણાને રૂ.71,500ની રોકડ, 13 મોબાઇલ તેમજ બે વાહનો સહિત રૂ. 5.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધાર ભાગી ગયો હતો.
71500 રોકડ, 13 મોબાઇલ સહિત 5.34 લાખનો મુદ્દામાલ જપ્ત પ્લાસ્ટિકના કોઇનથી જુગાર રમાડતો ફાર્મહાઉસનો માલિક ફરાર
પેરોલ સ્કવોડના એએસઆઇ નરેન્દ્રસિંહ અને જયવીરસિંહને બાતમી મળી હતી કે સંઘપુર ગામની સીમમાં સાબરમતી નદીનાં કોતરો નજીક આવેલા એક ફાર્મહાઉસમાં દિનેશ પટેલ ઉર્ફે મદન અને નરેન્દ્રસિંહ રાઠોડ ઉર્ફે પપ્પુ નામના બે શખ્સો બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યા છે.
જેને આધારે પીએસઆઇ આનંદ દેસાઈ સહિત ટીમ રવિવાર સાંજે કોતરોમાં ચાલીને ફાર્મહાઉસમાં પહોંચી ઓરડીમાં ટેબલ ઉપર જુગાર રમી રહેલા 11 શખ્સો અને બાજી આપવાનું કામ કરતી 2 યુવતીને ઝડપી પાડી હતી. પોલીસે રૂ.71,500ની રોકડ, 13 મોબાઇલ, કાર, બાઇક મળી રૂ.5.34 લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ચલાવનાર દિનેશ પટેલ ઉર્ફે મદનની ધરપકડ કરી હતી. જ્યારે ફાર્મહાઉસનો માલિક નરેન્દ્ર સિંહ નાસી છૂટ્યો હતો. અહીં એક સપ્તાહથી જુગાર રમાતો હતો.
વિજાપુર,સુંદરપુર માણસા, દાંતાના 11 જુગારી પકડાયા1. દિનેશ ઉર્ફે મદન પશા પટેલ રહે.સુંદરપુર
2. નિશાર શરીફમિયા શેખ દોશીવાડા, વિજાપુર
3. રોનક કિરીટભાઈ સોની રહે.વિજાપુર
4. જયંતી ભીખા પ્રજાપતિ અયોધ્યા, વિજાપુર
5. સેંધા રામસિંગ વણઝારા સ્વસ્તિક, વિજાપુર
6. તોફિક જમાલભાઈ મન્સુરી, વિજાપુર
7. હિતેન્દ્ર કાંતિલાલ પરમાર, વિજાપુર
8. અમૃત રૂપાભાઈ પ્રજાપતિ હડાદ, તા.દાંતા
9. તુષાર બળવંત પટેલ કૈલાશકોલોની, પુંધરા
10. સજ્જાદહુસેન ઇમામુદ્દીન સૈયદ વિજાપુર
11. ભરત શંકરસિંહ ચૌહાણ શિવાલિક, વિજાપુર
બાજી ચીપવા 2 નેપાળી યુવતી બોલાવાઈ હતી
જુગારીઓને આકર્ષવા કસીનોની જેમ બાજી ચિપવા અને પત્તા આપવા મૂળ નેપાળની અને હાલ દિલ્હી ખાતે રહેતી બે યુવતીઓને રાખી હતી. પોલીસે પબીત્રા કવિરાજ ગજમેર (સેક્ટર 9, દ્વારકા ન્યુદિલ્હી) અને સબીતા રામબહાદુર થાપા (રહે. સેક્ટર 8 દ્વારકા ન્યુ દિલ્હી)ની પણ ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.