તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપાર:ખેડૂતોએ એક જ દિવસમાં 54.74 કરોડનો પાક વેચ્યો

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન બાદ 9 માર્કેટયાર્ડોમાં સૌથી વધુ વેપાર
 • 20 દિવસમાં કુલ રૂ.548 કરોડની ખેતપેદાશો વેચી

મહેસાણા જિલ્લાના 9 માર્કેટયાર્ડોમાં બે તબક્કામાં 20 દિવસ દરમિયાન પ્રથમવાર મંગળવારે વિવિધ ખેતપેદાશોના વેચાણનો કારોબાર રૂ.50 કરોડને પાર એટલે કે રૂ.54.74 કરોડ નોંધાયો છે. લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં અનાજ, કઠોળ, મસાલા પાક સહિતની ખેતપેદાશોનું કુલ રૂ.548.27 કરોડનું વેચાણ ખેડૂતો દ્વારા થયું છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા, ઊંઝા, કડી, વિજાપુર, વિસનગર, બહુચરાજી, ઉનાવા, સતલાસણા અને જોટાણા સહિતના નવ માર્કેટયાર્ડોમાં 21 એપ્રિલથી 30 એપ્રિલ અને 1 મેથી 12મે દરમિયાન કુલ 20 દિવસમાં 21,508 ખેડૂતોએ વિવિધ ખેત પેદાશોનું વેચાણ કર્યું છે. જેમાં મંગળવારે ઘઉં, એરંડા, રાયડો, જીરુ, ઇસબગુલ, વરિયાળી, અજમો, સુવા વગેરે ખેતપેદાશો મળી કુલ 66,750 ક્વિન્ટલનું વેચાણ ખેડૂતોએ કર્યું હતું. જેની કુલ બજાર કિંમત રૂ.54.75 કરોડ થાય છે. માર્કેટયાર્ડોમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન સાથે હવે વિવિધ જણસીઓની આવક રાબેતા મુજબ થવા લાગી છે. જોકે, હજુ ઓછા મજૂરો અને ખેડૂતોના ઓછો ધસારો હોઇ ધીરે ધીરે ખરીદી વધશે તેવું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો