ટેકાના ભાવ:જિલ્લામાં ટેકાના ભાવમાં નોંધણી કરાવવા ખેડૂતોએ દાખવી નીરસતા, 25 દિવસમાં મગફળી માટે માત્ર 2038 ખેડૂતો નોંધાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગર માટે 206, બાજરી માટે 223 અને સોયાબીન માટે માત્ર 1 ખેડૂતે કરાવી નોંધણી

મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી, ડાંગર, બાજરી, સોયાબીન ખરીદવા માટે સરકારે 1 ઓક્ટોબરથી નોંધણી શરૂ કરી છે, જેમાં છેલ્લા 25 દિવસોમાં ખેડૂતોએ ઘણો ઓછો ઉત્સાહ દર્શાવ્યો છે. જેના પગલે મગફળીમાં અત્યાર સુધીમાં માત્ર 2038 ખેડૂતો જ નોંધણી કરાવી છે.

અત્રે નોંધનીય છે કે મહેસાણાના ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે કૃષિ પાકની ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ મગફળી, બાજરી, સોયાબીન અને ડાંગરની ખરીદી માટે 1 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. જેથી મહેસાણા જિલ્લામાં પણ વીસીઈ મારફતે APMCમાં નોંધણી થઈ રહી છે.

સૂત્રો પ્રમાણે મગફળી માટે 2038, ડાંગર માટે 206, બાજરી માટે 223 અને સોયાબીન માટે 1 ખેડૂતની નોંધણી થઈ છે. જો કે ખુલ્લા બજારમાં કૃષિ પાકોના ટેકાના ભાવ કરતા ચડિયાતા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે પાકની નોંધણીમાં રસ દાખવી રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...