પાણી નહીં તો મત નહીં:સતલાસણા અને ખેરાલુ તાલુકાના ખેડૂતોએ પાણીના કકળાટ અંગે ધારાસભ્ય અજમલજી ઠાકોરને રજૂઆત કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • ધારાસભ્ય અજમલજી ઠાકોરે પાણીની વ્યવસ્થા માટે 21 કરોડની યોજના ખેડૂતોએ સમજાવી

મહેસાણા જિલ્લાના સતલાસણા અને ખેરાલુ તાલુકાના કેટલાક ગામડાઓએ પાણીના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચર્યા બાદ ખેડૂતો ગામડે ગામડે પાણી મુદ્દે બાઈક રેલી યોજી લડત આપી રહ્યા છે. ત્યારે આજે આ મામલે ખેડૂતોએ ખેરાલુ માર્કેટયાર્ડમાં સ્થાનિક ધારાસભ્ય સાથે ખેડૂતોએ બેઠક યોજી હતી.

ધારાસભ્ય અજમલજી ઠાકોર સાથે બેઠક યોજી ખેડૂતોએ પોતાની રજૂઆત ધારાસભ્ય સમક્ષ જણાવી હતી. ખેડૂતોએ જોડિયા વિસ્તારમાં ચિંચાઈ માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમજ નર્મદાનું પાણી કોઈ પણ ભોગે ધરોઈ ડેમમાં 200 ક્યુસેક પાણી નખાય અને ધરોઈ ડેમ અને મુક્તેશ્વર ડેમ ભરવાની યોજના ઝડપથી કરો તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત બંને તાલુકાઓના ગામડાઓમાં આવેલા તળાવો ભરવા આયોજન કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ધારાસભ્ય અજમલજી ઠાકોરે પીવાના પાણીની વ્યવસ્થા માટે 21 કરોડની યોજના ખેડૂતોએ સમજાવી હતી. તેમજ ખેરાલુમાં 44 ગામોમાં તળાવો ભરવા કે સિંચાઈ માટે 131 કરોડથી વધુ રકમ વપરાશે તેવી ખાત્રી આપી હતી. જે ગામમાં તળાવ બનાવવું પડશે તો તે કામ પણ કરવામાં આવશે તેવી ધારાસભ્યે ખેડૂતોને ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...