તાલીમ:મહેસાણા જિલ્લામાં કોરોનાકાળમાં દોઢ વર્ષથી બંધ ખેડૂત તાલીમો ફરી શરૂ કરાઇ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે જિલ્લા મથક કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ તાલીમ અપાઇ રહી છે
  • દોઢ મહિનામાં 138 કેમ્પમાં 4303 પુરૂષ, 3332 મહિલા ખેડૂતોને તાલીમ

કોરોના મહામારીના દોઢ વર્ષ બાદ ફરી અાત્મા વિભાગ દ્વારા ખેડૂતોને તાલીમ અાપવાનું શરૂ કરાયું છે. જે અંતર્ગત છેલ્લા દોઢ મહિનામાં 107 તાલીમો યોજાઇ હતી. 4303 પુરૂષ અને 3332 મહિલાઅો મળી કુલ 7635 ખેડૂતોને તાલીમ અપાઇ છે. કોરોના મહામારીને લઇ હવે જિલ્લા મથક કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ તાલીમ અપાઇ રહી છે.

કોરોના મહામારીના કારણે એપ્રિલ-2020 થી અોગસ્ટ 2021 સુધી અાત્મા કેન્દ્ર દ્વારા ખેડૂતોને અપાતી તાલીમને બંધ રખાઇ હતી. જોકે, સંક્રમણ પર કાબુ અાવતાં સરકારની ગાઇડ લાઇન મુજબ દોઢેક વર્ષ બાદ સપ્ટેમ્બર મહિનાથી ફરી તાલીમો અાપવાનું શરૂ કરાયું છે. છેલ્લા દોઢ મહિનામાં જિલ્લામાં 138 કેમ્પ યોજીને 7635 ખેડૂતોને વિવિધ પાકોની માવજતની તાલીમ અપાઇ ચૂકી છે.

જેમાં મહેસાણા સ્થિત કચેરીમાં 31 તાલીમોમાં 1380 મહિલા ખેડૂતોને તાલીમ અપાઇ છે, જ્યારે જિલ્લાના 107 ગામોમાં 1952 મહિલા અને 4303 પુરૂષ મળી કુલ 6255 ખેડૂતોને તાલીમ અપાઇ છે. બીજી બાજુ કોરોના સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા જિલ્લાના ખેડૂતોને જિલ્લામાં જ તાલીમ અાપવાની મંજૂરી અાપી છે. જોકે, હજુ આંતર જિલ્લા અને આંતર રાજ્યમાં પ્રવાસ ખેડી અપાતી તાલીમ બંધ રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...