તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:ખેડૂત આગેવાનોએ કહ્યું સંઘમાં સન્માન ન સચવાતાં હોદ્દો છોડ્યો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કિસાન સંઘના રાષ્ટ્રીય આગેવાન સાથે ઉ.ગુ.ના ખેડૂત આગેવાનો સાથે બેઠક

મહેસાણા ડેરી હોલમાં ગુરૂવારે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય આગેવાન સાથે ઉત્તર ગુજરાત ભારતીય કિસાન સંઘના હાલના અને ભૂતપૂર્વ હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં નબળા પડી રહેલાં ભારતીય કિસાન સંઘને ફરી બેઠુ કરવા રાષ્ટ્રીય આગેવાન સાથે દરેક હોદ્દેદારને સાંભળી નવી રણનિતી ઘડવાનો પ્રયાસ કર્યો હતો.

કિસાન સંઘના રાષ્ટ્રીય આગેવાન ગજેન્દ્રસિંહએ ગુરૂવારે મહેસાણા શહેરના ડેરીના હોલમાં ઉત્તર ગુજરાતના સંઘના પૂર્વ અને હાલના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગજેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, ગુજરાત નામમાં આગળ છે પણ સંઘના કામકાજ સૌથી પાછળ છે.

સંઘની કામગીરીથી અસંતુષ્ટ ગજેન્દ્રસિંહએ ઉત્તર ગુજરાતના ભૂતપૂર્વ હોદ્દેદારો સાથે વાતચીત દ્વારા તેઓ ભૂતકાળમાં કયા હોદ્દા પર હતા અને એ વખતે કેવા કામ કરતાં હતા તેમજ સંઘની દૂર થયા બાદ હાલમાં શું કામગીરી કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગના ભૂતપૂર્વ આગેવાનોએ જણાવ્યું કે, તેમનું સંઘમાં સન્માન સચવાતું ન હતું, જેના કારણે તેમને હોદ્દો છોડવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો