વિવાદ:લીંચમાં યુવતી શોધી લાવવા મામલે પરિવાર પર હુમલો, 3 જણાને ઇજા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનારા 4 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

મહેસાણા તાલુકાના લીંચ ગામે યુવાન સાથે ભાગી ગયેલી યુવતીને શોધી લાવવા મુદ્દે એક પરિવાર ઉપર ગામના જ 4 શખ્સોએ હુમલો કરતાં 2 મહિલા સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી હતી. લાંઘણજ પોલીસ સૂત્રો મુજબ, મહેસાણા તાલુકાના લીંચ ગામે ગુરુનગર સોસાયટીમાં રહેતો પરેશજી દાનસંગજી ઠાકોર પોતાના ઘરે ખાટલામાં સૂઈ રહ્યો હતો, ત્યારે તેમની પાડોશમાં રહેતા ઠાકોર દિનેશજી ધારાજી અને સંજયજી ધારાજી હાથમાં લાકડીઓ લઇ અને ભરતજી કનુજી તથા ચહેરાજી કનુજી ધોકો લઈ આવી તારો ભાઈ મેહુલજી અમારી દીકરીને ભગાડી લઇ ગયો છે.

તમે કેમ શોધી લાવતા નથી તેમ કહી લાકડીઓ અને ધોકા લઇ પરેશજી ઉપર તૂટી પડ્યા હતા. આ દરમિયાન તેમને છોડાવવા માટે વચ્ચે પડેલા તેમનાં ભાભી સુભીબેન અને ભીખીબેનને પણ ચારેય શખ્સોએ ગડદાપાટુ અને લાકડીથી માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઠાકોર દિનેશજી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...