તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં:મહેસાણામાં પરિવારવાદ ચાલ્યો, મહામંત્રીની પત્નીને ટિકિટ અપાઇ, રાજકોટમાં ભાજપે મંજૂરી વગર સભા કરી

મહેસાણા, રાજકોટ, વડોદરા, વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં કોઇ પ્રકારની મંજૂરી વગર જિલ્લા ભાજપના આગેવાનોને બોલાવી રેસકોર્સ પાસે ભેગા કર્યા હતા. - Divya Bhaskar
રાજકોટમાં કોઇ પ્રકારની મંજૂરી વગર જિલ્લા ભાજપના આગેવાનોને બોલાવી રેસકોર્સ પાસે ભેગા કર્યા હતા.
  • ભાજપે નિયમો નેવે મૂકી પરિવારવાદ ચલાવ્યો, હોદ્દેદારોમાં ટિકિટ વહેંચાઇ
  • નો રિપીટ થિયરી માત્ર નામની, ભાજપના 8 કોર્પોરેટરને ફરી આ ચૂંટણીમાં ટિકિટ મળી

ભાસ્કર ન્યૂઝ | મહેસાણા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સગા અને હોદ્દેદારોને ટિકિટ નહીં આપવાની જાહેરાત માત્ર કાગળ ઉપર હોવાનું મહેસાણા નગરપાલિકાની જાહેર થયેલી યાદી જોતાં લાગી રહ્યું છે. શહેર ઉપપ્રમુખ મફતલાલ પટેલનાં પત્ની કૈલાશબેન પટેલને, જ્યારે શહેર મહામંત્રી મુકુંદભાઇ પટેલ કે જેઓ નગરપાલિકામાં બે ટર્મ જીતી ચૂક્યા છે તેમનાં પત્ની વર્ષાબેનને ટિકિટ ફાળવાઇ છે. મહેસાણા શહેર મહામંત્રી જનક બ્રહ્મભટ્ટ કે જેમના પિતા બે ટર્મ ભાજપમાં જીતી પાલિકા પ્રમુખ બની ચૂક્યા છે, તેમના ભાઇ ઉદય બ્રહ્મભટ્ટ એક ટર્મ જીતેલા છે અને ખુદ જનક બ્રહ્મભટ્ટને ભાજપે ત્રીજી વખત રિપિટ કર્યા છે. બળદેવજી ઠાકોર ભાજપમાંથી નગર પાલિકામાં 3 વખત અને કોંગ્રેસમાંથી 1 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે ભાજપે તેમના પત્નીને આ ચૂંટણીમાં રિપિટ કરવાનો નિર્ણય લીધો છે અને પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઇ વ્યાસને પણ પક્ષે તેમના વોર્ડમાં રિપિટ કર્યા છે.

રાજકોટ જિલ્લા ભાજપે મંજૂરી વગર સભા કરી નાખી, રસ્તામાં વાહનો મૂકી એક સાઈડ બંધ કરી
કોઇ પ્રકારની મંજૂરી વગર જિલ્લા ભાજપના આગેવાનોને બોલાવી રેસકોર્સ પાસે ભેગા કર્યા હતા. નેતાઓએ ચોક વચ્ચે જ વાહનો મૂકીને રોડ બંધ કરી દીધો હતો અને ટોળા વળ્યા હતા, દોઢ કલાક સુધી આખો ચોક બાનમાં લીધો આમ છતાં તંત્રની અને CCTVની પણ આંખી મીચી દેવાઈ હતી.

વડોદરામાં મતદારોએ ઉમેદવારોને ઘેર્યાં, ‘તમે કશું જ કરતા નથી’
પાલિકાની ચૂંટણી ક્યારે નવ દિવસ બાકી રહ્યા છે ત્યારે ફેરણી કરનાર ભાજપના કેટલાક ઉમેદવારોને નગરજનોના પ્રશ્નો ના સવાલ આપતા ફાંફાં પડી રહ્યા છે અને નગરજનોના આક્રોશનો સામનો કરવો પડી રહયો છે. વોર્ડ 13ના કોઠી અાનંદપુરા અને વોર્ડ 18ના માંજલપુર વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સામે નાગરિકોએ રોષ વ્યકત કર્યો હતો કે તમારી વાત બધી બહુ થઇ ગઇ, અમારી સાંભળો, તમે કશું કરતા નથી. ઉમેદવારોઅે કાર્ડ અાપતા સંભળાવ્યું હતું કે જીત્યા પછી ફોન ઉઠાવશો ખરા!

ભાજપ-કોંગ્રેસની મિલિભગતનાં હોર્ડિંગ
ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતી મિલિભગતનો પર્દાફાશ કરતા હોર્ડિંગ્સ વિવિધ સ્થળોએ લાગતાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થઇ છે અને રાજકીય મોરચે ભારે ઉત્તેજના ફેલાઇ છે.

વાપી છીરી જિ. પં.ની બેઠક પર કોંગ્રેસે ભાભીને, ભાજપે દિયરને ટિકિટ આપી
છીરી જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસે વર્તમાન તાલુકા કોંગ્રેસના પ્રમુખ મંજુબેન મુકેશભાઇ પટેલને ટિકિટ આપી છે. જયારે ભાજપે છીરી જિ.પં.માં આવતી તાં.પં.ની ચણોદ-3 બેઠક પર તેમના દિયર મણીલાલ મગનભાઇ પટેલને ટિકિટ ફાળવી છે. એટલે કે છીરી જિ.પંચાયતની બેઠક પર દિયર અને ભાભી સામ-સામા ચૂંટણી લડશે. ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારના સભ્યોની પસંદગી કરી સૌને ચોંકાવી દીધા છે. દિયર મણીલાલ પટેલે ઉમેદવારીપત્ર ભરી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો