સાયબર ક્રાઇમ:દૂધસાગર ડેરીના ચેરમેનનું ફેક આઇડી બનાવી ઠગે રૂ. 13 હજાર ઉછીના માગ્યા

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજાના મોબાઇલ નંબરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેતાં ભાંડો ફૂટ્યો

મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનું સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી એક શખ્સે ચેરમેનના મિત્રવર્તુળમાં રૂ.13 હજાર ટ્રાન્સફર કરાવવા મેસેજ કર્યો હતો. જોકે, ચેરમેનને જાણ થતાં તેમણે મહેસાણા સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ કરી છે.

દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચાૈધરીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી શુક્રવારે અેક શખ્સે ફોટોગ્રાફ મેળવી તેમના નામનું ફેક આઇડી બનાવ્યું હતું. આ ફેક આઇડી દ્વારા ચેરમેનના મિત્રવર્તુળમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. સામે પક્ષે રિક્વેસ્ટ સ્વીકારતાં સાંજે પરત આપવાની શરતે રૂ.13 હજારની માંગણી કરતાં મોબાઇલ નંબર માગ્યો હતો. સામે પક્ષે અશોકભાઇના નંબર પર જ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કન્ફર્મ કરતો મેસેજ કર્યો હતો.

ઠગે રૂપિયા પોતાના મિત્રના મોબાઇલ નંબરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેતાં અશોક ભાઇના મિત્રએ અશોકભાઇને સ્ક્રીનશોટ સાથે જાણ કરી હતી. જેને પગલે અશોક ભાઇએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોઇની સાથે રૂપિયાની લેતી દેતી ન કરવા મેસેજ છોડ્યો હતો. આ સાથે સોશિયલ મીડિયા પર ફેક આઇડી લોક કરાવ્યું હતું. આ મામલે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...