બેદરકારી:મહેસાણા જિલ્લા પંચાયત કેમ્પસમાં પડેલા વર્ષો જુના ભંગાર વાહનોનો નિકાલ કરવામાં ભારે ઉદાસીનતા

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જુના વાહનોનો નિકાલ થતો નથી ત્યારે નવા લાખોના વાહનો ખરીદવા તૈયાર
  • નવા પ્રમુખ માટે લાખોના ખર્ચે નવી ગાડી આવશે
  • બીજી બાજુ પંચાયત કેમ્પસમાં પડેલ વર્ષો જુના 5 વાહનો ધૂળ ખાય છે

મહેસાણા જિલ્લા પંચાયત કેમ્પસમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. જોકે તંત્રની બેદરકારી અને ઉદાસીનતાના કારણે આ વાહનોને યોગ્ય સમયે હરાજીના કરાતા છેવટે આ વાહનો ભાંગારમા પણ ના જાય તેવી હાલતમાં ઝાડીઓમાં પડી રહ્યા છે. જોકે આ વાહનોને સ્ક્રેપ યા હરાજીમાં વેચવામાં આવે તો તેમાંથી મળતી રકમ અન્ય જગ્યા પર કામ લાગી શકે છે.

તાજેતરમાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખ માટે લાખો રૂપિયાની નવી કાર ખરીદીનું કામ મજૂર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ જિલ્લા પંચાયત સંકુલમાં બિન ઉપયોગી જાહેર કરાયેલા વાહનોનો કોઈ નિકાલ થયો નથી અને આ વાહનોની આસપાસ ઝાડીઓ અને ઝાંખરા પણ ઊગી નીકળ્યા છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ માટે લાખો રૂપિયાના ખર્ચ કાર ખરીદી સામે વિપક્ષે જિલ્લા પંચાયતના પાછળના ભાગે વર્ષોથી ધૂળ ખાઈ રહેલી અને ભંગાર હાલતમાં ઝાડીઓમાં પડી રહેલી સરકારી ગાડીઓનો નિકાલ કરવામાં શાસક પક્ષ ઉદાસીનતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે DDOની જૂની ગાડીને પણ એવી જ હાલતમાં પાર્કિંગમાં ધૂળ ખાતી મૂકી દેવામાં આવી છે.

જિલ્લા પંચાયતના પાછળના ભાગે ત્રણ જીપ,એક બે કાર,એક મીની બસ સહિતના વાહનો જિલ્લા પંચાયત સંકુલમાં લાવરિસ હાલતમાં પડી રહ્યા છે, જોકે ફુટેલ ટાયરો સાથે ભંગાર હાલતમાં જગ્યા પણ રોકી રહ્યા છે.

આ મામલે શાસક પક્ષના કારોબારી ચેરમેન આ વાહનો મામલે પૂછતાં DDOની કાર બિન ઉપયોગી જાહેર કરાઇ હોય તેનો નિયમ અનુસાર નિકાલ કરવામાં આવશે જયારે બાકીના જુના વાહનોની વિગત તેમની પાસેના હોવાથી માહિતી મેળવ્યા બાદ તે તમામ જુના બિન ઉપયોગી વાહનો બનતે નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.