તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Explaining The Guideline To The Traders In Mehsana, The President Of The Corporation Forgot The Guideline And Turned To The Crowd In The Tree Planting Program.

ત્રીજી લહેરને આમંત્રણ?:મહેસાણામાં વેપારીઓને ગાઈડલાઈન સમજાવતાં પાલિકા પ્રમુખ જ ગાઈડલાઈન ભૂલી વૃક્ષારોપણના કાર્યક્રમમાં ટોળે વળ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપના કાર્યકર્તાઓ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ભૂલ્યા

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સવરાજ ચૂંટણી બાદ કોરોનાએ રોકેટ ગતિએ સ્પીડ પકડી લીધી હતી. ત્યારબાદ તંત્રના યથાર્થ પ્રયત્નો અને મેડિકલ ટીમ ની સુઝબુઝથી કોરોના જિલ્લામાં કંટ્રોલ માં આવી રહ્યો છે ત્યારે ફરી રાજકીય પક્ષકારો પોતાની પાર્ટી ના ખેસ ધારણ કરી ટોળે વળી દિન પ્રતિદિન અવનવા નાના મોટા કાર્યક્રમો યોજતા નજરે પડી રહ્યા છે.

વૃક્ષારોપણમાં પાલિક પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ગાઈડલાઈન ભૂલ્યામહેસાણા શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ કોરોનાની બીજી લહેરમાં વધુ સંક્રમણ ના ફેલાય એના માટે ધંધા રોજગાર બંધ કરવાનો વારો આવ્યો હતો. એ સમયે પાલિક દ્વારા જ નાગરિકો ને " દો ગજ કી દૂરી હે જરૂરી " લોકો ને સમજાવતા નજરે પડ્યા હતા તેમજ દુકાનો માં 5 થી વધુ લોકો એકત્રિત થયા તો દુકાનો પણ સીલ કરી દરવામાં આવતી હતી.

જ્યારે હજુ કોરોના બીજી લહેર માં કેસ ઘટી રહ્યા છે ત્યાં ખુદ પાલિકા પ્રમુખ ભાજપ ના વૃક્ષા રોપણ કાર્યક્રમ ની અંદર ટોળાં વચ્ચે નજરે પડી રહ્યા છે અને ક્યાંક પણ "દો ગજ કી દુરી જોવા મળી નહોતી મહેસાણા સહેર માં આજ રોજ ચવેલી નગર પાસે મહેસાણા ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજ્યો હતો જે કાર્યક્રમ માં મહેસાણા પાલિકા પ્રમુખ વર્ષા બેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ, અને કાર્યકર્તાઓઉપસ્થિત રહ્યા હતા

BJP કાર્યકર્તાઓ ગાઈડલાઈન ભૂલી ટોળે વળ્યાં
BJP કાર્યકર્તાઓ ગાઈડલાઈન ભૂલી ટોળે વળ્યાં

AAPના કાર્યકર્તાઓ પણ નિયમોનું પાલન કરવાનું ભૂલ્યાબીજી બાજુ આમ આદમી પાર્ટી માં મહેસાણા કાર્યાલય ખાતે યુવાનો આમ આદમી પાર્ટી માં તો જોડાયા પણ એકત્રિત થઈ ફોટો સેસન પણ કરાવ્યા અને આ કાર્યક્રમ માં ક્યાંક માસ્ક કે સોશિયલ ડિસ્ટનસ ના જાળવી આમ આદમી પાર્ટી દ્વારા ગામડાઓ માં પણ મિટિંગ યોજતા સોશિયલ ડિસ્ટન ભૂલ્યા હતા તેમજ ત્રીજી લહેર ને આમંત્રણ આપતા નજરે પડી રહ્યા છે.

AAP પણ ગામડા માં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ વિના મિટિંગ યોજી
AAP પણ ગામડા માં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ વિના મિટિંગ યોજી

જિલ્લા ના કોરોના સંક્રમણ ઘટતા ની સાથે જ રાજકીય પાર્ટીઓ નાના મોટા કાર્યક્રમો યોજવાનું શરૂ તો કરી દીધું છે પરંતુ હજુ પણ પાર્ટીઓ કોરોના ગાઈડલાઈન ભૂલી ગુંજરેલી બીજી લહેર ભૂલતા હોય એમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...