તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ઉત્તર ગુજરાતમાં હવામાં ભેજ વધતાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 15.3, ડીસામાં 15.8 ડિગ્રી ઠંડી

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટા ભાગે પૂર્વથી દક્ષિણ દિશા તરફનો પવન ફૂંકાયો હતો. પવનની આ દિશાના કારણે બપોરના સમયે ગરમી અનુભવાઇ હતી. તો રાત્રીના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીના ફેરફારના કારણે મહેસાણા અને મોડાસા શહેરમાં ઠંડી વધી હતી. જ્યારે પાટણ, ડીસા અને ઇડર શહેરમાં ઠંડીનું જોર સામાન્ય ઘટ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં શનિવારે મોટાભાગે પૂર્વથી દક્ષિણ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ મુખ્ય 5 શહેરોના તાપમાનમાં અડધા ડિગ્રીની વધ-ઘટ રહી હતી. જે અંતર્ગત મહેસાણાનું 15.3 (-0.3) અને મોડાસાનું 15.2 (-0.5) ડિગ્રી સાથે તાપમાન ગગડ્યું હતું. જ્યારે પાટણનું 15.8 (+0.2), ડીસાનું 15.8 (+0.4) અને ઇડરનું 15.9 (+0.5) ડિગ્રી તાપમાન વચ્ચે પારો અડધા ડિગ્રી સુધી વધ્યો હતો.

વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, બદલાયેલી પવનની દિશા સાથે વહેલી સવારે ઉત્તર ગુજરાતની હવામાં ભેજનું પ્રમાણ 75 થી 79 ટકા નોંધાયું હતું. જેને લઇ સામાન્ય પવન વચ્ચે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે પણ પવનની દિશા યથાવત રહેવાની શક્યતા હોઇ તાપમાનમાં સામાન્ય વધ-ઘટ વચ્ચે ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો