વેરો વસૂલવાનો બાકી:શહેરમાં 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરનારને વ્યાજ પેનલ્ટીમાંથી મુક્તિ

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાને રૂ 25 કરોડનો મિલકત વેરો વસૂલવાનો બાકી
  • એડવાન્સ વેરો ભરનારને 10%, ઓનલાઇન પોર્ટલમાં ભરનારને 5% વળતર મળશે

મહેસાણા નગરપાલિકામાં વર્ષો જૂના રૂ.25 કરોડનો વેરો વસૂલવાનો બાકી નીકળે છે. જેમાં દર વર્ષે પેનલ્ટી અને વ્યાજ ચડી રકમનો આંકડો વધી રહ્યો છે. ત્યારે રાજ્યની નગરપાલિકાઓ માટે બાકીદારોને ટેક્ષ ભરવા પ્રોત્સાહિત કરતી સ્કીમ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાઇ છે. જેમાં 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરનારને વ્યાજ અને પેનલ્ટીમાંથી મુક્તિ અપાશે.

નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે ગુજરાત નગરપાલિકા પરિષદની પ્રથમ બેઠકમાં જ બાકીદારોને ટેક્સમાંથી વ્યાજ અને દંડમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નગરસેવકો દ્વારા પણ આવી રજૂઆત મુખ્યમંત્રી અને નીતિનભાઈ પટેલ, મંત્રી ઋષિકેશ પટેલના ધ્યાન પર વારંવાર લાવ્યા હતા. જેને પગલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકાઈ છે.

જેમાં એડવાન્સ મિલકત વેરા ભરનારને 10 ટકા વળતર અને ઓનલાઇન પોર્ટલમાં વેરા ભરનારને 5 ટકા વળતર મળશે. 31 માર્ચ સુધીમાં બાકી વેરો ભરનારને જ વ્યાજ, પેનલ્ટી, નોટિસ અને વોરંટીમાંથી મુક્તિ અપાશે.

અન્ય સમાચારો પણ છે...