મેઘમહેર:મહેસાણા સિવાય ઉ.ગુ.માં "ખુશી'ઓ વરસી, દિયોદરમાં 8 ઇંચ, ડીસા અને અમીરગઢમાં 5 ઇંચ, કાંકરેજમાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો

મહેસાણા,પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભણશે કે તરશે ? - Divya Bhaskar
ભણશે કે તરશે ?
  • પાટણમાં 2 યુવાનોનાં મોત : વાવ-ભાભર-સુઇગામમાં 3 ઇંચ, રાધનપુરમાં અઢી, ઊંઝામાં 2 ઇંચ ખાબક્યો

ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં મહેસાણા જિલ્લાને બાદ કરતાં 4 જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ દિયોદરમાં ખાબક્યો હતો. ડીસા અને અમીરગઢમાં 5 ઇંચ સહિત કુલ 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ ઊંઝામાં 2 ઇંચ, વડનગરમાં પોણો ઇંચ, સતલાસણામાં અડધો ઇંચ, ખેરાલુમાં 10 મીમી અને મહેસાણામાં 2 મીમી વરસ્યો હતો. બહુચરાજીમાં પણ જોરદાર ઝાપટું પડ્યું હતું.

વરસાદમાં વીજળી પડતાં પાટણના હારિજ તાલુકાના જશોમાવ ગામે એન.બી. બ્રિક્સ ઇંટવાડામાં મજૂરી કામ કરતાં ઉત્તર પ્રદેશના અર્જુન મોરસિંગ કચ્છપનું મોત થયું હતું. જ્યારે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામના સુથાર પ્રવિણ ભેમાભાઈ (35) દુકાનનું શટર ઊંચું કરવા જતાં વીજ કરંટથી મોત થયું હતું. બનાસકાંઠામાં 5 અને પાટણમાં 7 પશુનાં મોત થયાં હતાં.

પાટણ | પાટણ શહેરમાં શુક્રવારે મધરાત્રે પડેલા એક ઇંચ વરસાદમાં કોલેજ રોડ ઉપર આવેલ અંડર બ્રિજ કોલેજ કેમ્પસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવાનું વારો આવતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા તો વહેલી સવારે કેટલીક શાળાની રિક્ષાઓ પણ પાણીમાં ફસાઈ જતા બાળકોને પાણીમાંથી ઉતરીને બહાર નીકળવું પડ્યું હતું. એક રીક્ષા ફસાઈ જતા નાના ભૂલકાઓએ ધક્કો મારી રીક્ષાને બહાર કાઢી હતી.

મહેસાણામાં ઝાપટું - વડનગરમાં પોણો, સતલાસણામાં અડધો ઇંચ, ખેરાલુમાં 10 મીમી
પાટણ
રાધનપુરમાં અઢી ઇંચ, સમીમાં પોણા 2 ઇંચ, હારિજમાં સવા ઇંચ, પાટણમાં સવા ઇંચ, ચાણસ્મામાં પોણો ઇંચ, સરસ્વતી, સિદ્ધપુરમાં અડધો ઇંચ, સાંતલપુરમાં 8 મીમી, શંખેશ્વરમાં 5 મીમી

​​​​​​​બનાસકાંઠા
​​​​​​​દિયોદરમાં 8 ઇંચ, ડીસામાં 5 ઇંચ, અમીરગઢમાં 5 ઇંચ, કાંકરેજમાં પોણા 4 ઇંચ, વાવમાં 3 ઇંચ, ભાભરમાં 3 ઇંચ, સુઇગામમાં પોણા 3 ઇંચ, દાંતામાં અઢી ઇંચ, થરાદમાં સવા 2 ઇંચ, વડગામમાં પોણા 2 ઇંચ, દાંતીવાડામાં પોણા 2 ઇંચ, પાલનપુરમાં દોઢ ઇંચ, લાખણીમાં દોઢ ઇંચ, ધાનેરામાં પોણો ઇંચ

સાબરકાંઠા
​​​​​​​પોશીનામાં અઢી ઇંચ, વડાલીમાં સવા 2 ઇંચ, ખેડબ્રહ્મામાં 2 ઇંચ, વિજયનગરમાં પોણા 2 ઇંચ, તલોદમાં દોઢ ઇંચ, હિંમતનગરમાં પોણો ઇંચ

અરવલ્લી
મોડાસા, ધનસુરામાં સવા ઇંચ, ભિલોડામાં પોણો ઇંચ, બાયડમાં 8 મીમી, મેઘરજમાં 3 મીમી

આગાહી - આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. તેમ છતાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે.

ગરમી સાડા 4 ડિગ્રી સુધી ઘટી
ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિના કારણે તાપમાનમાં સાડા 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. શનિવારે મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો 32.6 થી 33.1 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...