સંશોધન:વિહારમાં 12 મી સદીની દીવાલ શોધવા ખોદકામ હાથ ધરાયું

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પુરાતન વિભાગને ગત માર્ચ મહિનામાં માણસા તાલુકાના વિહારીયા હનુમાનજી મંદિરની બાજુમાં ચાલતાં ખોદકામમાં દક્ષિણ-પૂર્વ દિશામાં 10 થી 12 સદીની દિવાલ મળી આવી હતી. કોરોના અને ચોમાસાના કારણે લગભગ 6 મહિના સંશોધનનું કામ બંધ રાખ્યા બાદ એક મહિનાથી ખોદકામ ફરી શરૂ કરાયું છે.

આ બાંધકામ અંગ્રેજી મુળાક્ષર ટી આકારના હોવાના અનુમાન સાથે ખોદકામ ચાલી રહ્યું છે. પશ્ચિમ દિશાના દ્વારની બંને બાજુ ચાલતાં સંશોધનમાં દિવાલનો કેટલોક ભાગ મળી આવ્યો છે. ચારેય બાજુની દિવાલ શોધવાના કામને અંદાજે 2 મહિના જેટલો સમય લાગશે. ચારેય બાજુની દિવાલ શોધ્યા બાદ બાંધકામની વચ્ચેના ભાગે સંશોધન હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...