તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પ્રેમલગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતી અને તેની બહેન પર પૂર્વ પતિનો હુમલો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજાપુરના મહાદેવપુરાની યુવતીએ પૂર્વ પતિ સહિત બે સામે ફરિયાદ નોંધાવી
  • મહેસાણા પોલીસને નિવેદન આપી પરત જતાં દેવરાસણ નજીક મારામારી કરી

વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામની યુવતીએ લીધેલા છૂટાછેડાની અદાવત રાખી આનંદપુરા ગામના વતની પૂર્વ પતિએ તેના અને તેની બહેન ઉપર દેવરાસણ પાસે હુમલો કર્યો હતો. જે અંગે યુવતીએ પૂર્વ પતિ સહિત 2 શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહાદેવપુરા (ડાભલા) ગામનાં જાનકીબેન પટેલે આનંદપુરા (કુકરવાડા) ગામના બ્રિજેશ અમરતભાઈ પટેલ સાથે 6 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતાં. જેમને 2 વર્ષનો દીકરો પણ છે. દરમિયાન, 3 માસ અગાઉ બંનેએ છૂટાછેડા લઈ બાળકને પિતા પાસે રાખ્યો હતો. બ્રિજેશ પટેલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હોવાથી જાનકીબેન તેમના પરિવાર સાથે નિવેદન આપી એક્ટિવા ઉપર પરત ફરી રહ્યાં હતાં, તે દરમિયાન રામપુરા ચોકડીથી આગળ દેવરાસણ નજીક ઈકો કાર આગળ આવીને ઉભી રહી હતી.

તેમાં બેસેલા આનંદપુરાના મહેન્દ્ર દેવીપૂજક અને બ્રિજેશ પટેલે ગાળો બોલી, ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે જાનકીબેને મહેસાણા તાલુકા પોલીસમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...