તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસમાં ખુલાસો:જિલ્લામાં ઇવીએમ ચેકિંગમાં 81 યુનિટ ખામીવાળા નીકળ્યા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિમાન્ડ આવશે તો વધુ ઇવીએમ ફાળવાશે:તંત્ર

મહેસાણા જિલ્લામાં જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાને ચૂંટણી માટે ફાળવેલા ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ કરાયું છે. જેમાં 3901 કંટ્રોલ યુનિટમાંથી 43 અને 4295 બેલેટ યુનિટમાંથી 38 ખોટવાયેલા નીકળ્યા હતા. જિલ્લા ચૂંટણી વિભાગે કહ્યું કે, જે-તે ચૂંટણીમાં રિઝર્વમાં રખાયેલા ઇવીએમ ફાળવાયાં છે, આમ છતાં ડિમાન્ડ આવશે તો વધુ ઇવીએમ ફાળવાશે.

જિલ્લામાં ચૂંટણીમાં મહેસાણા અને કડી સેન્ટરથી ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ શરૂ કરાયું હતું. જેમાં શરૂઆતમાં પાંચ ઇજનેર બાદ વધુ ચાર ઇજનેર ફાળવાયા હતા અને ત્યાર પછી વિવિધ તાલુકા કક્ષાએ ફાળવેલા ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ કરાયું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ફાળવેલા 3501 કંટ્રોલ યુનિટ અને 3491 બેલેટ યુનિટનું ચેકિંગ કરાયું હતું, જેમાં 3459 સીયુ અને 3456 બીયુ બરાબર હતા, જ્યારે 42 સીયુ અને 35 બીયુમાં એરર આવતાં ખોટવાયેલા જણાયા હતા. 4 નગરપાલિકાને ફાળવેલા કુલ 400 સીયુમાંથી 1 અને 804 બીયુમાંથી 3 ખોટવાયેલા જણાયા હતા. ડિમાન્ડ આવશે તો વધુ ઇવીએમ ફાળવાશે તેવું તંત્ર દ્વારા જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો