વિલંબ:જુલાઈ મહિનો પૂર્ણ થયો છતાં હજુ સુધી વિજાપુર APMCની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડ્યું નથી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ મુજબ બે માસ પૂર્વે ચૂંટણીનું જાહેરનામા બહાર પડવું જોઈએ

વિજાપુર બજાર સમિતિની ચુંટણીને લઈ છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરબાયું છે ત્યારે જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પણ એપીએમસીની ચૂંટણીના જાહેરનામાના કોઈ ઠેકાણા નથી નિયમ મુજબ મુદત પૂર્ણ થતી હોય ત્યારથી બે મહિના પૂર્વે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું પડે પરંતુ તેમ છતાં જાણી જોઈને એપીએમસી ની ચૂંટણી મોડી કરવામાં આવી રહી છેની ચર્ચા એ જોર પકડ્યું છે.

4 સપ્ટેમ્બરના રોજ વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુદત પૂર્ણ થતી હોય બજાર સમિતિમાં સત્તાનો સૂત્રો મેળવવા છેલ્લા એકાદ મહિનાથી તાલુકાના 62% અને કાંઠા તેમજ પરા વિસ્તારના વિવિધ ગ્રુપ રાજકીય સોંગઠા ગોઠવી રહ્યા છે બીજી તરફ નિયમ મુજબ મુદત પૂર્ણ થતી હોય એના 60 દિવસ પૂર્વે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે

પરંતુ જુલાઈ મહિનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ બજાર સમિતિની ચૂંટણીના જાહેરનામાના હજુ સુધી ઠેકાણા નથી પાંચ વર્ષ પૂર્વે ની વાત કરીએ તો ગત 11 જુલાઈ 2017 ના રોજ એપીએમસીની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને 5 સપ્ટેમ્બર 2017 ના રોજ નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ સભા મળી હતી ત્યારે બજાર સમિતિની આગામી ચૂંટણી રાજકારણીઓનું મુહૂર્ત સચવાતું ન હોવાથી તેમજ પોતાની ઈચ્છા મુજબના રાજકીય સોગંઠા ગોઠવવા માટે મોડી કરવામાં આવી રહી હોવાની પણ તાલુકા ભરમાં ચર્ચા છે જોકે તાલુકામાં બજાર સમિતિની ચૂંટણી વિધાનસભા પૂર્વે નો લિટમસ ટેસ્ટ હોવાથી 62 ટકા કાંઠા વિસ્તાર અને પરા વિસ્તાર ના વિવિધ ગ્રુપ વચ્ચે રાજકીય ધમાસન પણ મચ્યું છે

જાહેરનામું બહાર પાડ્યું નથી : જિલ્લા રજિસ્ટ્રાર
જિલ્લા રજીસ્ટાર નિમેષ પટેલે જણાવ્યું હતું કે જાહેરનામું બહાર પાડ્યું નથી અને ચૂંટણી કાર્યક્રમ મંજૂર થઈને નથી આવ્યો

ચૂંટણીનો મામલો પ્રદેશ કક્ષાએ પહોંચી ચૂક્યો છે
વિજાપુર બજાર સમિતિની ચૂંટણી નિયત સમયે કરવા માટે એક ગ્રુપ દ્વારા કેટલાક સમય પૂર્વે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પ્રદેશ મહામંત્રી સમક્ષ બબ્બે વખત રજૂઆત પણ થઈ ચૂકી છેે.

અન્ય સમાચારો પણ છે...