તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જૂના તો ઠીક નવા મતદારોના પણ e-EPIC કાર્ડ ડાઉનલોડ થતાં નથી

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી આયોગે જાહેરાત કર્યાના 20 દિવસ પછી પણ ધાંધિયા
 • ઇરોલ પર મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી રજીસ્ટર નથી તેવું બતાવે છે

ચૂંટણી આયોગ દ્વારા ગત 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાર દિવસે મતદારોને ચૂંટણીકાર્ડની ડિઝિટલ કોપી મળી રહે તે માટે e-EPIC કાર્ડ ડાઉનલોડ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ જાહેરાત કર્યાના 20 દિવસનો સમય થયો છતાં મતદારોને આ સુવિધા મળી રહી નથી. ઉલ્લેખનીય છે કે, કાર્ડ ડાઉનલોડ સમયે ઇરોલ પર તમારો મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી રજીસ્ટર થયા નથી તેવું નોટીફિકેશન આવી રહ્યું છે.

રાષ્ટ્રીય મતદાર દિવસની ઊજવણી સમયે ચૂંટણી આયોગ દ્વારા e-EPIC કાર્ડ લોંચ કરાયું હતું. પ્રથમ તબક્કે તા.25 થી 31 જાન્યુઆરી સુધીમાં 9 નવેમ્બર, 2020થી 15 ડિસેમ્બર, 2020 દરમિયાન જે નવા મતદારોએ પોતાની નોંધાણી કરાવી હશે તેવા મતદારોને ચૂંટણીકાર્ડની ડિઝિટલ કોપી મળશે તેમજ ગત તા.1 ફેબ્રુઆરીથી તમામ મતદારો ડિઝિટલ કોપી મળતી થશે તેવી જાહેરાત કરી હતી.

જાહેરાત બાદ આગામી 28 ફેબ્રુઆરીએ મતદાન દિવસે e-EPIC કાર્ડ કામ લાગશે તેવું માની નવા અને જૂના મતદારોએ આયોગની વેબસાઇટ અને એપ્લીકેશન પરથી કાર્ડ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, માત્ર ગણ્યા ગાંઠ્યાં જ મતદારો કાર્ડ ડાઉનલોડ કરી શક્યા હતા. જાહેરાતના 20 દિવસ જેટલો સમય થયો છતાં હજુ પ્રથમ નોંધણીવાળા મતદારો કાર્ડ ડાઉનલોડ કરી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો