તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિજાપુરના સફાઇ કામદારોની હડતાળ સમેટાઇ પણ 40 દી'નો પગાર ન મળ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 કામદારોની મદદનીશ શ્રમઆયુક્ત અધિકારીને રજૂઆત બાદ કલેક્ટરમાં રજૂઆત

વિજાપુર નગરપાલિકાના રોજમદાર સફાઇ કામદારોની લઘુત્તમ વેતન, બોનસ, એરીયર્સ, કાયમી ભરતી સહિત વિવિધ મુદ્દે 40 દિવસ હડતાળ બાદ મદદનીશ શ્રમઆયુક્ત,પાલિકા અધિકારીઓ સાથે સમાધાન બાદ હડતાળ સમેટાઇ હતી અને આ 30 જેટલા કામદારો ફરી સફાઇ કામકાજમાં લાગી ગયા છે.જોકે તેમને હડતાળના સમેટાઈ છતાં અઢી મહિનાનો પગાર ન ચૂકવાયો હોઇ ગુરુવારે કામદારો મહેસાણા દોડી આવી મદદનિશ શ્રમઆયુક્ત બાદ કલેકટર કચેરીએ સત્વરે પગાર ચૂકવવાની વ્યવસ્થા કરાવવા અંગે રજૂઆત કરી હતી.

પાલિકાના રોજમદાર સફાઇ કામદારોના પ્રતિનિધિ શૈલેષકુમાર વાઘેલાએ કહ્યુ કે, સફાઇ કામદારોને બોનસ, એરીયર્સ, લઘુત્તમ વેતન, કાયમી ભરતી કરવા સહિત 10 જેટલા પ્રશ્નોને લઇને હડતાળ પાડી હતી.જેમાં 40 દિવસના અંતે મદદનિશ શ્રમઅધિકારી, પાલિકાના મુખ્યઅધિકારી વગેરેની હાજરીમાં પગાર આપવા બાબતે મૌખિક સમાધાન થયુ હતું.ત્યારપછી 25 દિવસથી સફાઇ કામકાજ ચાલુ કરેલુ છે પરંતુ 25 દિવસ સહિત અઢી મહિનાનો પગાર ચૂકવાયો નથી. ઓબીસીના 11 કર્મચારીઓને પાલિકામાં સફાઇ કામદાર તરીકે ભરતી થયેલી છે પરંતુ તેમને સફાઇ કામ કરાવાતું નથી.સૌ પ્રથમ પગારને લઇને આજે મદદનિશ શ્રમઆયુક્તમાં રજૂઆત કરીને કલેકટરને રજૂઆત કરી રહ્યા છીએ.

મદદનીશ શ્રમ અધિકારી પાલિકાને પગાર બાબતે નોટિસ આપશે
મહેસાણા મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી કામિનીબેન બી.બેંકરે કહ્યુ કે, વિજાપુર પાલિકાના સફાઇ કામદારો પગાર બાબતે રજૂઆત કરવા આવેલા,નગરપાલિકાના મુખ્ય અધિકારીને કામદારોના પગાર બાબતે નોટિસ બજાવી ખુલાસો માંગીશું. નોટિસ મળ્યે પાલિકાએ 15 દિવસમાં ખુલાસો કરવાનો રહે.ત્યારપછી આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...