તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાગલપુરથી 9 કિમીની નવી પાઇપ લાઇન નખાયા બાદ શહેરના માનવ આશ્રમ વિસ્તારમાં ઉમિયાધામમાં શુક્રવારે સાંજે નર્મદાનું પાણી આવતાં વધામણાં કરાયાં હતા. જે ટાંકીમાં ભરાતાં આસપાસની સોસાયટીઓમાં શનિવાર સવારથી નર્મદા અને ટ્યુબવેલ મિશ્રિત પાણી મળતું થશે. જોકે, માનવ આશ્રમ સર્કલ નજીકની જ ર્કિતીસાગર બંગ્લોઝથી એકલવ્યનગર સુધીની 10 સોસાયટીઓને તો બોરનું જ પાણી મળશે.
વર્ષો પહેલાં આ સોસાયટીઓને ગોલ્ડન બંગ્લોઝ નજીકના જોઇન્ટથી નર્મદાનું પાણી મળતું હતું, જે ઓછા ફોર્સમાં બંધ કરાયા પછી પુન: નર્મદાનું પાણી ન મળતાં વારંવાર રજૂઆતો છતાં કોઇ ઉકેલ નહીં આવતાં આ 10 સોસાયટીઓના રહીશોએ શુક્રવારે નગરપાલિકામાં રજૂઆત કરી છે. જે અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, પાણી બાબતે રજૂઆત અન્વયે ચકાસણી અને નિરીક્ષણ કરી નિયમોનુસાર કાર્યવાહી કરાશે.
વિસ્તારની કિર્તીસાગર બંગ્લોઝ, અમરનાથ, અશ્વમેઘનગર, કે.કે.નગર, સંકેત, સુરેખાનગર, આચાર્યનગર, એકલવ્યનગર વગેરે લાઇનમાં આવેલી સોસાયટીઓ નર્મદાના પાણીથી વંચિત હોઇ વર્ષોથી આ સમસ્યા હલ કરવા માગણી કરનારા કિર્તીસાગર બંગ્લોઝના પ્રમુખ વી.વી. ચૌધરી સહિત હોદ્દેદારોએ શુક્રવારે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. હાલ આ 10 સોસાયટીઓને સીધુ ટ્યુબવેલથી પાણી પૂરું પડાય છે. પાલિકાએ આ સોસાયટીઓ માટે ટાંકી પણ બનાવી નથી. ત્યારે આ તમામ સોસાયટીને પણ ટેકનિકલી કોઇ સમસ્યા ના નડે અને નર્મદાના પાણી મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
જૂની લાઇનમાં જોડાણથી આ પ્રશ્ન હલ થઇ શકે તેમ છે
ગોલ્ડન બંગ્લોઝ નજીક જૂનીલાઇનમાં આ 10 સોસાયટીઓને પાણીની લાઇનનો જોઇન્ટ અપાયેલો છે. ત્યારે નવી કોઇ લાઇન કરવાની જરૂર રહેતી નથી અને જૂની લાઇન જોડાણ મારફતે નર્મદાના પાણી સપ્લાય થઇ શકે તેમ હોવાનું સૂત્રો કહે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.