અવ્યવસ્થા:શૈક્ષણિક સત્ર શરૂ થયાના 15 દિવસ પછી પણ હજુ શાળાને ધો.9 થી 12નાં પૂરતાં પુસ્તકો મળ્યાં નથી

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહેસાણા જિલ્લામાં 250થી વધુ માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને દર વર્ષે મફત પુસ્તકો અપાય છે. દર વર્ષે નવું સત્ર શરૂ થાય તે પહેલાં પુસ્તકો શાળા વિકાસ સંકુલમાં આવી જાય છે અને સત્રના પ્રારંભે જ વિદ્યાર્થીઓને મળી જાય છે. પરંતુ ચાલુ વર્ષે સત્ર શરૂ થયાના 15 દિવસ વિતી ગયા છતાં હજુ વિદ્યાર્થી પુસ્તકોથી વંચિત રહ્યા છે.

મહેસાણા એસવીએસમાં 56 શાળા છે, જ્યાં 25% પુસ્તકો આવ્યાં નથી. કડી એસવીએસમાં 39 શાળા છે, હજુ સ્ટોક આવ્યો નથી. બલોલ એસવીએસમાં 51 શાળાઓ છે, ધો.9 અને સામાન્ય પ્રવાહના પુસ્તકો આવ્યા છે, 11-12 સાયન્સ તેમજ ધો. 10 ગણિત, સામાજિક વિજ્ઞાનના પુસ્તકો બાકી છે. ઊંઝા એસવીએસમાં 30 શાળા છે, 50 ટકા પુસ્તકો મળ્યા છે. વિસનગર એસવીએસમાં 32 શાળા છે. ધોરણ 9માં સંસ્કૃત, કોમ્પ્યુટર અને ધો. 10માં ગુજરાતી, સંસ્કૃત, યોગના પુસ્તક બાકી છે. ધો.12નું એકે પુસ્તક આવ્યું નથી. ધો.11માં ચાર વિષયના પુસ્તકો મળ્યા છે. વિજાપુર એસવીએસમાં 36 શાળા માટે ધો.11 અને 12 સાયન્સના પુસ્તકો આવ્યા નથી, ધો.9,10ના પુસ્તકો શાળાઓને મંગળવારથી વિતરણ શરૂ કરાયંુ છે. વડનગર, સતલાસણાને આવરી લેતા ખેરાલુ એસવીએસમાં 52 શાળા છે, ધો.11, 12નાં પુસ્તકો આવ્યા નથી, ધો.10માં અંગ્રેજી અને હિન્દીનાં જ પુસ્તકો આવ્યાં છે. ધો 9માં સંસ્કૃત આવ્યું નથી.

10 જુલાઇ સુધી પુનરાવર્તન ચાલશે, ત્યાં સુધી આવી જશે
શાળાઓમાં 10 જુલાઇ સુધી જે-તે વિષયનું ઓનલાઇન જૂના કોર્ષનું પુનરાવર્તન (બ્રિજકોર્ષ) ચાલશે. ત્યાં સુધીમાં શાળાઓમાં પુસ્તકો આવી જશે.હાલ કોર્ષ પુનરાવર્તન ચાલતો હોઇ 10મી સુધી પુસ્તકોની મુશ્કેલીનો પ્રશ્ન રહેશે નહી.ત્યાં સુધીમાં પાઠ્યપુસ્તક મંડળ થી બાકી પુસ્તક વિતરણ ચાલુ હોઇ આવી જશે તેમ શિક્ષણાધિકારી ર્ડા.એ.કે.મોઢે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...