પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:આદુદરા પાસે નર્મદા કેનાલ ઉપર અજાણ્યા શખ્સોએ અરડુસાના ઝાડ કાપી નાખતાં પર્યાવરણ પ્રેમીઓ નારાજ, વનવિભાગ હરકતમાં આવ્યું

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ પ્રેમીઓએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે તપાસ હાથ ધરી
  • જે ઇસમે ઝાડ કાપ્યા હશે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે : આરએફઓ

કડી તાલુકાના આદુદરા ગામ પાસે નર્મદા કેનાલ ઉપર કોઈ અજાણ્યા ઇસમે વનવિભાગ દ્વારા ઉછેરવામાં આવેલા ઝાડ કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો

કડી શહેરની બાજુમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. જેની બાજુમાં વનવિભાગ દ્વારા વૃક્ષોનુ વાવેતર કરી ઉછેર કરવામાં આવ્યો છે. તાલુકાના આદુદરા ગામ પાસે કેનાલની બાજુમાં રહેલા અરડુસાના ઝાડ કોઈ અજાણ્યા ઇસમે કાપી નાખ્યા હતા. આશરે 1 વર્ષની ઉંમરના અરડુસાના ઝાડ કોઈ ઇસમે કાપી નાખ્યા હતા, જે પર્યાવરણ પ્રેમીઓની નજરમાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પર્યાવરણ પ્રેમીઓએ આ અંગે કડી વિસ્તરણ રેન્જ કચેરીને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા.

વનવિભાગના મુકેશભાઈ, સુમિતાબેન ચૌધરી સહિતના અધિકારીઓએ કપાયેલા ઝાડની જગ્યાનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કડી વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ. લીલાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે કેનાલ ઉપર વનવિભાગ દ્વારા ઉછેરવામાં આવેલ આશરે 1 વર્ષની ઉંમરના અરડુસાના ઝાડ કોઈ ઇસમે કાપી નાખ્યા હોવાની માહિતી મળી હતી. જેથી વનવિભાગના કર્મચારીઓને સ્થળ-સ્થિતિની તપાસ કરવા મોકલી આપ્યા છે. ઉપરાંત જે ઇસમે ઝાડ કાપ્યા હશે તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...