મહેસાણાના રાધનપુર રોડ પર એરોડ્રામ નજીક એનઓસી વગર ચાલતા બાંધકામ વિવાદ પછી બાંધકામ અટકાવી દેવાયુ હતું. પાલિકાના માન્ય કન્સલ્ટિંગ ઇજનેર વિકાસ ડી. ગજ્જરને બાંધકામ સુપરવિઝન અને તેના તમામ તબક્કે પાલિકાને જાણ કરવાની રહેતી હોવા છતાં પાલન કર્યું ન હોઇ અને બાંધકામ અંગે રિપોર્ટીગ કર્યું ન હોઇ નોટિસ ફટકાર્યા બાદ તેમનું લાયન્સ પાલિકાના મુખ્ય અધિકારી દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યુ છે.
અત્યારસુધી માન્ય 68 કન્સલ્ટિંગ ઇજનેરમાંથી એકપણ કન્સલ્ટિગ દ્વારા જીડીસીઆરના નોર્મસ પ્રમાણે એકપણ બાંધકામનો રિપોર્ટ પાલિકામાં રજૂ જ કર્યો નથી અને વર્ષે એક હજારથી વધુ વિકાસ પરવાનગીમાં રહેણાક અને કોમર્શિયલ બાંધકામો સ્થળ સુપરવિઝન વગર જ બની ગયા છે. રાધનપુર રોડ એ.ફડી નં. 20ના નિયત સર્વૈ નંબરોમાં 3 માળ, ટેરેસ્ટ ફ્લોર, લિફ્ટ સાથેના બિલ્ડીંગ પ્લાન મંજૂર કરી બાંધકામ પરવાનગી આપેલી છે.
ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, જે ધ્યાને આવ્યું તેમાં કાર્યવાહી કરાઇ છે, બીજા કન્સલ્ટિંગ ઇજનેરોને પણ તેમના હેઠળના બાંધકામોના દરેક તબક્કાનો રિપોર્ટ આપવા જાણ કરાઇ છે.
ફક્ત નાના માણસને જ ટાર્ગેટ ન કરો : કોર્પોરેટર
પાલિકામાં કોર્પોરેટર તરીકે પ્રતિભાવ આપતાં કૌશિકભાઇ વ્યાસે કહ્યું કે, શહેરમાં અગાઉ જે બિલ્ડીંગો થયા તેમા દરેક તબક્કે સુપર વિઝનના રિપોર્ટ રજૂ થયા નથી, આ બધાના લાયસન્સ રદ જવા જોઇએ. ફક્ત નાના માણસને શિકાર ન બનાવવો જોઇએ. મિલકત બાંધકામના રિપોર્ટ નથી કરાયા તે તમામ સામે પગલા લેવા જોઇએ,ફક્ત નાના માણસને શિકાર ન બનાવવા જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.