રોજગાર ભરતી મેળો:મહેસાણા ITI ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો, 339 જગ્યાઓની ભરતી માટે એક જ સ્થળે ઇન્ટરવ્યુ લેવાયા

મહેસાણા14 દિવસ પહેલા
  • 2000 જેટલા રોજગાર વાંચ્છુકોને રોજગાર કચેરી દ્વારા જાણ કરી બોલાવાયા

મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજે મહેસાણા જીઆઇડીસીમાં આવેલી આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જ સ્થળે પાંચ જેટલી કંપનીઓ દ્વારા ઉમેદવારના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા.

મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મહેસાણા જીઆઇડીસી ખાતે આવેલા ઉદ્યોગિક તાલીમ સંસ્થામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 339 જગ્યાઓની ભરતી માટે એક જ સ્થળે ઇન્ટરવ્યુ લેવાયા હતા. જેના માટે જિલ્લાના 2000 જેટલા રોજગાર વચ્છુકોને કોલ લેટર અને ઈમેલ દ્વારા જાણ કરી બોલાવામાં આવ્યા હતા.

રોજગારી મળે માટે નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ઇન્ટરવ્યુ કરાવવામાં આવ્યા હતા. વિવિધ 5 જેટલી કંપનીઓ દ્વારા હાજર ઉમેદવારોને કંપનીનો પરિચય આપી તેમની લાયકાત અને અનુભવ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી યોગ્ય ઉમેદવારોને સ્થળ પર પસંદગી કરી રોજગારી માટે તક આપવામાં આવી હતી.

આ ભરતી મેળાના આયોજનથી રોજગાર વાંચ્છુકોએ પણ એક સ્થળે જ વિવિધ કંપનીઓમાં ઇન્ટરવ્યુ માટે તક મળતા સરકાર દ્વારા આવા આયોજન થતા રહે અને બેરોજગરોને રોજગારી મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...