કેસ વધ્યાં:મહેસાણા સિવિલમાં ઓક્ટોબરમાં ગત વર્ષ કરતાં ઈમર્જન્સી કેસમાં 208 ટકાનો વધારો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબર-2020માં 4369 કેસ, આ વર્ષે 9097 ઈમર્જન્સી કેસ નોંધાયાં
  • ​​​​​​​જિલ્લા મથકની સિવિલમાં ઓક્ટોબરમાં 27177 ઓપીડી નોંધાઈ

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષના ઓક્ટોબર માસમાં કુલ 27,177 ઓપીડી નોંધાઈ છે. ઓક્ટોબર- 2020માં 16,365 ઓપીડી નોંધાઈ હતી, જે ગત વર્ષ કરતાં 11 હજાર કેસનો વધારો સૂચવે છે. જેમાં સૌથી વધારે ઈમર્જન્સી કેસોમાં 208 ટકા જેટલો વધારો થયો છે. ગત વર્ષના આ મહિનામાં 4369 કેસની તુલનાએ ચાલુ વર્ષે 9097 ઈમર્જન્સી કેસ નોંધાયાં છે. જ્યારે માનસિક રોગની ઓપીડીમાં પણ 125 ટકા જેટલો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન દર માસે નોંધાતી ઓપીડી 4000થી ઘટીને 500 જેટલી થઈ ગઈ હતી, જેમાં હવે પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, ઓક્ટોબર-2021માં સિવિલમાં કુલ 27,177 ઓપીડી નોંધાઈ છે. જેમાં એઆરટી સેન્ટરમાં 947, આયુર્વેદિક 558, ડેન્ટલ 589, ઈએનટી 393, ફેમિલી પ્લાનિંગ 45, જનરલ 9964, જનરલ સર્જન 267, ગાયનેક-યુરોલોજી 685, ડાયાબિટીસ 531, આંખ સંબંધી 887, ઓર્થોપેડિક 541, બાળક સંબંધી 614, ફિઝિશિયન 138, માનસિક 1351, આરએમઓ 538, ચામડી 7, ઈમર્જન્સી (ટ્રોમા) 9097 ઓપીડીનો સમાવેશ થાય છે.

ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં 16,365 ઓપીડી નોંધાઈ હતી. જેમાં જનરલ ઓપીડી 7320 નોંધાઈ હતી, તેની સાપેક્ષમાં ચાલુ વર્ષના ઓક્ટોબર માસમાં 9964 જનરલ ઓપીડી નોંધાઈ છે. ઉપરાંત માનસિક રોગની ઓપીડીમાં પણ વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર-2020માં 1076 ઓપીડીની સરખામણીએ ઓક્ટોબર-2021માં 1351 માનસિક રોગની ઓપીડી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...