તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહેસાણા જૂની સરકારી વસાહતમાં જુગાર રમતાં 11 શખ્સો ઝડપાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એ ડિવિઝન પોલીસે રૂ.32700નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા એ ડિવિઝન પોલીસે ધોબીઘાટ નજીક જૂની સરકારી વસાહતમાં રેડ કરી 11 જુગારીને 32700ની મત્તા સાથે પકડ્યા હતા. શોભાસણ રોડ પર મસ્તાનપાર્ક સોસાયટીમાં રહેતો ઇમ્તીયાઝઅલી ઉર્ફે ઇના બાપુ રસુલમીયા સ્મશાન કોલોની પાસે જૂની સરકારી વસાહતમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં એ ડિવિઝન પોલીસે રેડ કરી હતી.

જેમાં ઇમ્તીયાઝ અલી સૈયદ રહે. મસ્તાનપાર્ક, વી.બી. રાવલ, સતિષ ગાંડાભાઇ પરમાર રહે. દેવદર્શન ગોલ્ડ વિસનગર લીંક રોડ, સુનિલ ગુલાબભાઇ ટેક ચંદાણી રહે. પરા ટાવર સામે, પ્રકાશ શીવાભાઇ વાલ્મિકી રહે. સ્મશાન કોલોની, પીંટુ પ્રવિણભાઇ દંતાણી રહે. દેલા વસાહત, સુરેશ કાન્તિભાઇ સોલંકી રહે. દેલા વસાહત, છોટુ રામાભાઇ વાલ્મિકી રહે.સોમનાથ રોડ, રવિ દશરથભાઇ વાલ્મિકી રહે. કમાણા, ભાખરીયા અશોકભાઇ નટવરભાઇ રહે. મહેસાણા પંડિત દિનદયાલ ફ્લેટ, વિષ્ણુ ચેહર વાલ્મિકી રહે. સરકારી વસાહતનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...