તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ખનન મામલે પીલુદરા સરપંચ, ઉપસરપંચ સહિત 11 સભ્યોને હોદ્દા પરથી હટાવાયાં

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખનન મામલે પીલુદરા સરપંચ, ઉપસરપંચ સહિત 11 સભ્યોને હોદ્દા પરથી હટાવાયાં

મહેસાણા તાલુકાના પીલુદરા ગામમાં 2017 માં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયેદસર રીતે 4313.18 મે.ટન માટીના ખોદકામ ઝડપી પાડ્યું હતું. અા મામલે વિભાગે વાહન માલિક ભરતભાઇ પટેલ પાસેથી રૂ.484670 નો દંડ વસુલી સમાધાન કર્યું હતું. જો કે, પીલુદરા ગ્રામ પંચાયત દ્વારા અા મામલે પોલીસ ફરિયાદ કરવામાં અાવી ન હતી. પંચાયત ફરજ બજાવવામાં કસુરવાર ઠરતાં જિલ્લા વિકાસ અધિકારી અેમ.વાય.દક્ષિણિ દ્વારા કેસની સુનાવણી હાથ ધરવામાં અાવી હતી. જેમાં સરપંચ, ઉપસરપંચ સહિત 11 સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે.

પંચાયતના આ સત્તાધિશોનો હોદ્દો છીનવાયો
નામહોદ્દો
જડીબેન ભાઇલાલભાઇ પટેલસરપંચ
ભરતકુમાર કાંતિલાલ પટેલઉપસરપંચ
ખેમાભાઇ મેલાભાઇ રાવળસભ્ય
હંસાબેન તરૂણકુમાર પટેલસભ્ય
પિન્કીબેન જયેન્દ્રસિંહ ચાવડાસભ્ય
સોનલબેન મહેશભાઇ પટેલસભ્ય
અાશાબેન જશવંતભાઇ પટેલસભ્ય
કૈલાસબેન ભરતભાઇ પ્રજાપતિસભ્ય
ગોવિંદભાઇ કાશીરામ પટેલસભ્ય
મહેન્દ્રભાઇ માધાભાઇ પરમારસભ્ય
અરવિંદભાઇ સોમાભાઇ પટેલસભ્ય

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...