મહેસાણા શહેરમાં રાધનપુર રોડ નજીક આવેલી સામવેદ વીલા માં ગઇકાલે મંગળવારે બપોરના સમયે ઇલેક્ટ્રોનિક પેનલ બોર્ડમાં આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. સ્થાનિક રહીશોએ તંત્રને જાણ કર્યા બાદ પોતાની જાતે આગ બુઝાવી રાહતના શ્વાસ લીધા હતા.
ઉનાળાની સીઝનમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મહેસાણા શહેરના રાધનપુર રોડ નજીક આવેલી સામવેદ વીલા માં ગઇકાલે મંગળવારે બપોરના સમયગાળા દરમિયાન સોસાયટીમાં લાગેલા પેનલ બોર્ડમાં બપોરે 2 વાગ્યાના અરસામાં આગ લાગતા સોસાયટીમાં ભાગદોડ મચી ગઇ હતી.
સમગ્ર મામલે સોસાયટીના રહીશોએ આ મામલે ડિઝાસ્ટર કંટ્રોલને જાણ કરી મદદ માંગી હતી. પેનલમાં આગ લાગવાથી સ્થાનિક રહીશો ફાયર બ્રિગેડની રાહ જોયા વિના સોસાયટીના રહીશો ભેગા મળી ડોલોમાં માટી ભરી જ્યાં આગ લાગી હતી ત્યાં માટી ફેંકી આગ બુઝાવી હતી.
સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ મામલે તેમણે ડિઝાસ્ટરમાં ફરિયાદ કરી હતી અને સોસાયટીમાં GEBના કર્મચારીઓ આવીને જોઈને પરત ફર્યા હતા. ત્યારે તંત્રે આ મામલે કોઇ મદદ ન કરતા આખરે રહીશોએ ભેગા મળી આગ બુઝાવી હતી. GEBના હેઠળ આ આવતું ન હોવાથી તેઓ પરત ફર્યા હતા અને પ્રાઇવેટ કર્મચારીઓ બોલાવી રાત્રે 10 કલાકે પેનલ બોર્ડ ઠીક કરાવી રાહત અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.