વીજકાપ:મહેસાણા સિટી-1ની 35 સોસાયટીમાં આજે 8 કલાક વીજ પુરવઠો બંધ રહેશે

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉચરપી રોડ કૃષિફીડર મેન્ટેનન્સ માટે સવારે 8.30થી સાંજે 4.30 સુધી વીજકાપ
  • સમારકામની કામગીરી પૂરી થયે કોઇપણ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે : તંત્ર

મહેસાણા સિટી-1ના ઉચરપી રોડ પર યુજીવીસીએલના એગ્રો ફીડર વિસ્તારમાં ગુરુવારે વીજ મેન્ટેન્સ કામગીરી કરવાની હોઇ 35 જેટલી સોસાયટીઓમાં સવારે 8.30 થી 4.30 દરમ્યાન વીજ સપ્લાય બંધ રહેશે. વીજ મેન્ટેન્સ પૂર્ણ થયે પુન: વીજ સપ્લાય ચાલુ કરી દેવામાં આવશે તેમ યુજીવીસીએલ સિટી-1ના સૂત્રોએ જણાવ્યુ હતું.

એગ્રો ફીડર વિસ્તારમાં જમ્પર, સ્વીચ, ટ્રાન્સફોર્મર વગેરે જરૂરી સમારકામ કરવાનું હોવાથી ગણેશનગર, આદર્શ નગર, શાંતિનિકેતન, અંબાજીનગર, અવધૂત રો હાઉસ, ઇન્દિરાનગર, ચિત્રોડીપુરા વસાહત, સાઈનાથ સોસાયટી, શિવમ રેસીડેન્સી,ઇસ્કોન નારાયણ સિટી ,ગણેશ રેસીડેન્સી, ઋષિનગર, જય વિજય સોસાયટી, ધરતી ટાઉનશીપ, નટરાજ રો હાઉસ, રામેશ્વર સોસા., નિર્માણ એપાર્ટમેન્ટ, સર્જન બંગ્લોઝ, જયંત પાર્ક, લાભનગર, દેનાલક્ષ્મી, રાધેશ્યામ, ગોપાલ નગર, ચાણક્યપુરી, ન્યુ આસોપાલવ, પંચશીલ સોસાયટી, શિવમ શોપિંગ સેન્ટર, શિવમ ફ્લેટ, શીતલપાર્ક સોસાયટી વિભાગ 1-2-3, શ્રીજી શરણમ, સાંઈ ડુપ્લેક્સ, સુવિધા રેસીડેન્સી, અચરજ હોમ્સ, શ્રીજી હોમ્સ, સાંઇદર્શન, સૂર્યનગરી, નારાયણ હોમ્સ, શ્રી ગણેશ હોમ, શ્રીજી ડુપ્લેક્સ, પાર્થ સીટી, કૃણાલ આર્કેડ, ભીલાનગર, પ્રદૂષણ છાપરા, વિનાયક પાર્ક, નારાયણ પ્લાઝા, પાટીદાર નગર, દેવભૂમિ, દુષ્યંત શકુંતલ, પાટીદાર નગર, લવકુશ, શુભ ગોલ્ડન, તુલસીપાર્ક વગેરે વિસ્તારમાં ગુરુવાર સવારે 8:30 કલાકથી બપોરે 4:30 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...