સમસ્યા:મોઢેરા હેડવર્કસ ખાતે આજે સાંજ સુધી વીજ શટડાઉન, જોટાણા તાલુકાના 115 ગામોમાં આજે પાણી નહિ મળે

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરના 40 હજાર ઘરોમાં નર્મદાના નીર આપી શકાશે નહીં

ugvcl દ્વારા અચાનક જ જાહેરાત કરાતા અંદાજે 1 લાખથી પરિવારોની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે

મહેસાણા જિલ્લામાં યુજીવીસીએલ દ્વારા ગુજરાત રાજ્ય પાણી પુરવઠાના મોઢેરા હેડવર્કસ ખાતે આજે મંગળવારે સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધીનું વીજ શટડાઉન જાહેરાત કરાતાં મહેસાણા શહેરના 40 હજારથી વધુ ઘરોમાં અને મહેસાણા તથા જોટાણા તાલુકાના 115 ગામોમાં આજે સાંજે નર્મદાના નીર નહિ મળે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

મહેસાણા પાલિકાના પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના મોઢેરા હેડ વર્કસ પર યુજીવીસીએલ દ્વારા આજે મંગળવારે સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધીનું શટડાઉન જાહેર કરાયું હતું. આથી મોઢેરા હેડ વર્કસ ખાતે સવારથી સાંજ સુધી નર્મદા પાણીનું પમ્પિંગ બંધ રહેશે. જેના પરિણામે આજે મહેસાણા શહેરમાં 40 હજાર ઘરોમાં નર્મદાના નીર આપી શકાશે નહીં. મહેસાણા તથા જોટાણા તાલુકાના 115 ગામોમાં પણ નર્મદાના નીર આવતા હોઈ આ વિતરણ ખોરવાશે. ugvcl દ્વારા અચાનક જ આ મોટી જાહેરાત કરાતા અંદાજે 1 લાખથી વધુ પરિવારોની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવો અંદાજ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...