તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:મહેસાણાના ર્ડા.આંબેડકર ચોકથી અંડરપાસ સુધી ચૂંટણી ગઇ છતાં અંધારુંના ઉલેચાયું

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાએ વીજથાંભલા ઊભા કર્યા પણ સામાન ન હોઇ કામ લટક્યું

મહેસાણાના ડૉ. આંબેડકર ચોકથી સોમનાથ મંદિર તરફ જતાં અંડરપાસ સુધીના રસ્તામાં નગરપાલિકાએ દિવાળી સમયે સ્ટ્રીટલાઇટ માટે નવા થાંભલા ઊભા કર્યા બાદ ચૂંટણી પણ પૂરી થઇ ગઇ છતાં હજુ વિસ્તારમાંથી અંધારા ન ઉલેચાતાં રહીશોને રાત્રે અંધારપટનો સામનો કરવો પડી રહ્યો છે. એલઇડી સહિત સ્ટ્રીટલાઇટ માટે સામાનની શોર્ટેજમાં લાઇટો લાગી ન હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં આંબેડકર બ્રિજથી સોમનાથ રોડ તરફ જતાં અંડરપાસ સુધી પાલિકાએ નવા વીજ થાંભલા લગાવ્યાને ત્રણ મહિના વીતી ગયા, છતાં હજુ લાઇટો ન નખાતાં રાત્રે એકલ-દોકલ નીકળતાં પણ ડર લાગે તેવો ભેંકાર રહીશો અનુભવે છે. રાત્રે અંધકારના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. કોર્પોરેટર હાર્દિક સુતરિયાએ કહ્યું કે, નવા થાંભલા લગાવ્યા પછી લાઇટો નખાઇ નથી. સ્ટ્રીટલાઇટ શાખામાં મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકાની સ્ટ્રીટલાઇટ શાખાના સૂત્રોએ કહ્યું કે, થાંભલા નવા લગાવ્યા છે, રિપેરિંગ કરેલો સામાન ઉપલબ્ધ હતો પણ નવી 70 વોટની એલઇડી સહિતનો સામાન નહોતો, હવે આ બંને જગ્યાએ એલઇડી લગાવાશે.

ડૉ. આંબેડકર ચોકથી તળેટી સુધીનો રોડ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોઇ ચૂંટણી પહેલાં આંબેડકર ચોકથી સિદ્ધાર્થ સ્કૂલ સુધી રોડનું નવિનીકરણ કર્યા પછી આગળ સોમનાથ મંદિર, તળેટી સુધી રોડ બિસમાર અવસ્થામાં જ છે. વિસ્તારના કોર્પોરેટરે કહ્યું કે, ચૂંટણી આવતાં કામ અધૂરું રાખ્યા પછી આગળ રોડનું કામ હાથ ધરાયું નથી. રોડની બંને બાજુ બ્લોક પણ નખાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો