જાહેરનામુ:મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશનના હોદ્દેદારોની 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 ચૂંટણી કમિશનરોની નિમણૂંક બાદ જાહેરનામુ બહાર પડાયું

મહેસાણા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રીની તા. 17-12-2021ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીના અનુસંધાને વકીલ મંડળના હોદ્દેદારોની બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં 3 ચૂંટણી કમિશનરોની નિમણૂક કરાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે વકીલ એસ.કે.બ્રહ્મભટ્ટ તેમજ ચૂંટણી કમિશનર તરીકે વકીલ એન.એન.પટેલ અને રેખાબેન જોષીની નિમણૂક કરાઈ હતી. આ ત્રણેય ચૂંટણી કમિશનરોએ ગુરૂવારે જાહેરનામુ બહાર પાડીને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં અંદાજે 800 મતદારો છે.

ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ
1-12-2021 : આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરીને લાયબ્રેરીમાં મૂકાશે
2-12-2021 : ચૂંટણીનું જાહેરનામુ અને ઉમેદવારોના ફોર્મનું વિતરણ
4-12-2021 : ફોર્મ સ્વીકારવાનો સમય સાંજે 5-00 વાગ્યા સુધીનો રહેશે
6-12-2021 : ઉમેદવારોના ફોર્મની ચકાસણી થયા બાદ ઉમેદવારોની યાદી સાંજે 5-30 વાગે જાહેર કરાશે
7-12-2021 : ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો સમય સાંજે 5-00 વાગ્યા સુધીનો રહેશે
8-12-2021 : આખરી ઉમેદવારોની યાદી સાંજે 5-30 વાગે જાહેર કરાશે
17-12-2021 : સવારે 10-00 થી બપોરે 2-30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા
17-12-2021 : સને 2022ની ચૂંટણીનું પરિણામ સાંજે 5-00 વાગે જાહેર કરાશે

અન્ય સમાચારો પણ છે...