ચૂંટણી:વિજાપુર એપીએમસીના ચેરમેન અને વા.ચેરમેનની 21 માર્ચે ચૂંટણી યોજાશે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં બપોરે 1 વાગે ચૂંટણી યોજાશે

એક મહિના પૂર્વે યોજાયેલી વિજાપુર એપીએમસીની ચૂંટણી બાદ હવે 21 માર્ચના રોજ બપોરે 1 કલાકે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, પરિણામ બાદ કોર્ટમાં થયેલી રિટને પગલે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીનું કોકડું ગુંચવાયું હતું.

વિજાપુર એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ બે પૂર્વ ધારાસભ્યની પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય પી.આઈ. પટેલની પેનલ 16 બેઠકો પૈકી 9 બેઠકો ઉપર વિજય બની હતી. જ્યારે સામે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલની પેનલ 7 બેઠકો મેળવી શકી હતી.

મતદાનની પ્રક્રિયામાં વજાપુર મંડળીના 11 મતદારોને મતદાન ન કરવા દેતાં પરિણામ બાદ કોર્ટમાં થયેલી રિટને પગલે એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું કોકડું ગુંચવાયું હતું. પરંતુ તાજેતરમાં જ કોર્ટ દ્વારા તે અરજી ડિસમિસ કરતાં 14 માર્ચના રોજ સાબરકાંઠા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ચૂંટણી અધિકારી તરીકે 21 માર્ચના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટેનો એજન્ડા બહાર પડાયો છે. ત્યારે કોણ ચેરમેન બને છે તેના પર મીટ મંડાઇ છે.

કાંતિ પટેલની પેનલ સત્તા સંભાળશે, પ્રમુખના નામનું સસ્પેન્સ
નગરપાલિકાના પ્રતિનિધિનો એક અને સરકારના 2 મતને લઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલની પેનલ સત્તાના સૂત્રો સંભાળશે. પરંતુ બીજી તરફ ચેરમેન અને વાઈસ ચેરમેનના નામનો મેન્ડેટ પણ પાર્ટી દ્વારા આપવાનો હોઇ પાર્ટી કયા બે નામોની પસંદગી કરે છે તેને લઈ સસ્પેન્સ સર્જાયું છે.

અન્ય સમાચારો પણ છે...