સંગ્રામ પંચાયત:જિલ્લામાં 163 ગ્રા.પં.ની 19મી ડિસેમ્બરે ચૂંટણી

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3.61 લાખ મતદારો 162 સરપંચ,1438 વોર્ડના સભ્યો નક્કી કરશે : આચારસંહિતા અમલી
  • 29 નવેમ્બરથી ફોર્મ ભરવાની શરૂઆત, બેલેટ પેપરથી થશે મતદાન

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર, વિભાજન અને પેટા ચૂંટણી 19મી ડિસેમ્બરે યોજવા કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ સાથે આદર્શ આચાર સંહિતા અમલી બની ગઇ છે. 29 નવેમ્બરે જાહેરનામુ પ્રસિદ્ધ થયેથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. મહેસાણા જિલ્લામાં 5 વર્ષની ટર્મ પૂર્ણ કરતી 163 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે એ પહેલાં ગ્રામ પંચાયતોમાં કબજો જમાવવા રાજકીય રંગ જામશે. મહેસાણા જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં યોજાનારી 163 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 162 સરપંચ અને કુલ 1438 વોર્ડ બેઠકનો સમાવેશ થાય છે. જેમાં 162 ગ્રામ પંચાયતના અંદાજે પુરુષ 1,87,409 અને સ્ત્રી 1,74,224 મળી કુલ 3,61,633 મતદારો મતદાન કરશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવાઈ
બેલેટ પેપર પર ચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણીપંચ કામે લાગ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી, બેલેટ પેપર, મતદાન મથકો, પોલીસ બંદોબસ્ત સહિતની કામગીરીને લઇ તૈયારી તેજ કરી દેવાઇ છે. બીજી તરફ જિલ્લામાં આ વખતે કેટલી ગ્રામ પંચાયત સમરસ બને છે તે અંગેની ચર્ચા સાથે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોએ પણ તૈયારી કરી લીધી છે. વિધાનસભા પહેલાં સેમી ફાઇનલ સમી આ ચૂંટણી પક્ષના બેનર પર નહીં લડાતી હોવા છતાં ગામ પર કબજો જમાવવા રાજકીય ગતિવિધિ તેજ બની છે.

ગ્રામ પંચાયત ચૂંટણી કાર્યક્રમ
29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે
04 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
06 ડિસેમ્બરે ફોર્મની ચકાસણી
07 ડિસેમ્બર ફોર્મ ખેંચવાની તારીખ
19 ડિસેમ્બરના રોજ મતદાન થશે
21 ડિસેમ્બરના રોજ પરિણામ

ઉમેદવારીની લાયકાત

  • 2005 પછી ત્રીજું બાળક ન હોવું જોઈએ.
  • શૌચાલય ફરજિયાત હોવું જોઈએ
  • ગ્રામ પંચાયતનો વેરો ભરેલો હોવો જોઈએ.
  • ઉંમર 21 વર્ષથી વધુની હોવી જોઈએ.
  • ગુના-ફરિયાદ, મિલકત અંગેનું વિવરણ.

સૌથી વધુ મહેસાણા તાલુકામાં 31 ગ્રામ પંચાયતોની ચૂંટણી

તાલુકો ગ્રા.પં.

મહેસાણા31
કડી29
વિસનગર26
બહુચરાજી18
સતલાસણા16

તાલુકો ગ્રા.પં.

જોટાણા13
વિસનગર10
વડનગર8
ઊંઝા7
ખેરાલુ4

ઉ.ગુ.માં 1580 ગામમાં ચૂંટણી

જિલ્લો ગ્રા.પં.

બનાસકાંઠા653
સાબરકાંઠા325
અરવલ્લી231

જિલ્લો ગ્રા.પં.

પાટણ208
મહેસાણા163
કુલ1580

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...