તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:આંબલિયાસણ ગ્રામજનોની રસ્તાની માંગણી ન સંતોષાતાં ચૂંટણી બહિષ્કાર

આંબલિયાસણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલ્વેના નવીનીકરણમાં બજારમાં આવવા-જવાનો માર્ગ બંધ કરાતાં રોષ

રેલ્વેના નવીનીકરણના લીધે બજારમાં જવાનો માર્ગ બંધ થવાથી રોષે ભરાયેલા આંબલિયાસણના ગ્રામજનોએ રસ્તાની માંગ નહીં સંતોષાય તો આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન પર હાલમાં પ્લેટફોર્મ અને કોરિડોરનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રેલ્વેની પશ્વિમ તરફથી આંબલિયાસણ સહિત 20 જેટલા ગામોના લોકો તેમજ સ્થાનિકો, માર્કેટયાર્ડમાં જતા ખેડૂતો તેમજ વિધાર્થી વર્ષોથી અવરજવર માટે રેલ્વેના પુલોનો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં રેલ્વે પ્લેટફોર્મની પૂર્વ તરફ લોખડની ફેન્સિંગ કરી રસ્તો બંધ કરી દેવાયો છે. તેમજ હાલમાં બની રહેલ ફુટ ઓવરબ્રિજ પણ બજારમાંથી પ્લેટફોર્મ સુધી કરાયો છે અને ભવિષ્યમાં કોરિડોરના લીધે રસ્તો બંધ થઈ જતાં સ્થાનિકો સહિતને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે.

આ મુદ્દે કામ શરૂ ત્યારથી સાંસદ તેમજ સંબંધિત તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત રસ્તા માટે કરાઇ હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં મંગળવારે ગાંડાલાલ પટેલ, હરેશભાઈ મોદી, અરવિંદભાઈ પટેલ, મણીલાલ મકવાણા , ગોવિંદભાઈ પ્રજાપતિ સહિતના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને જો આ મુદ્દે કોઈ ઉકેલ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. આવેદન સ્ટેશન માસ્તરને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો