હાશકારો:માનવ આશ્રમ-ધોબીઘાટ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારનાં બેનરો ઉતારાયાં

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 માસ પહેલાં અશાંતધારો લાગુ કરો નહીં તો પ્રવેશબંધીનાં બેનર લાગ્યાં હતાં
  • ચૂંટણી આવતાં ​​​​​​​આગેવાનોની એક બેઠક બાદ રહીશો દ્વારા તમામ બેનર ઉતારી લેવાયાં

મહેસાણા માનવ આશ્રમ વિસ્તારમાં ન્યુ અંબિકા સોસાયટીથી લઇને ધોબીઘાટ નેળિયા વિસ્તાર સુધીમાં આવેલી 20 સોસાયટીઓના રહીશો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અશાંતધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા કલેક્ટરમાં પણ રજૂઆતો કરેલી છે. છતાં નિરાકરણ ન આવતાં બે મહિના પહેલાં આ સોસાયટીઓમાં રહીશો દ્વારા અશાંતધારો લાગુ કરો નહીં તો ચૂંટણી બહિષ્કાર અને રાજકીય પાર્ટીને પ્રવેશબંધીના બેનરો લગાવાયાં હતાં. જોકે, રવિવારે આ સોસાયટીઓના અગ્રણીઓ અને વિસ્તારના આગેવાનો સાથે બેઠક યોજાયા બાદ રાત્રે તમામ બેનર હટાવી લેવાયાં છે.

ધોબીઘાટ વિસ્તારમાં 20 જેટલી સોસાયટીઓ છે. આ નેળિયાની સોસાયટીઓ અને માનવ આશ્રમ વિસ્તારમાં ન્યૂ અંબિકા સોસાયટીના પ્રવેશદ્વારે ગત ઓગસ્ટ મહિનામાં અશાંતધારાનો અમલ કરો તેવી માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર અને રાજકીય પાર્ટીઓએ પ્રવેશ કરવો નહીં તેવાં બેનર લગાવાયાં હતાં. જેને લઈને શહેરમાં રાજકીય સળવળાટ પેદા થયો હતો. વિસ્તારના વિક્રમભાઈ વ્યાસ સહિત રહીશો દ્વારા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા ઘણા સમયથી માંગણી કરાઇ રહી છે અને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરાઇ છે. પરંતુ પરિણામ ન મળતાં લડતના ભાગરૂપે દરેક સોસાયટીના ગેટ આગળ બેનરો લગાવાયાં હતાં. દરમિયાન, રવિવારે આગેવાનો વચ્ચે આ બાબતે પરામર્શ બેઠક થઈ અને બાદમાં રાત્રે બનરો ઉતારી લેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...