વિધાનસભા ચૂંટણીના ત્રણ મહિના પછી પણ મહેસાણા તાલુકામાં ઝોનલ, આસિસ્ટન્ટ ઝોનલ, ફ્લાઇંગ ટીમ સહિત ચૂંટણી સંલગ્ન કામગીરી કરનાર 125 થી 150 જેટલા કર્મચારીઓને રૂ.7.94 લાખ ચૂંટણી ભથ્થું હજુ સુધી મળ્યું નથી. જેમાં કેટલાક કર્મચારીઓની પૂરતી વિગતનો અભાવ કે બેંક ખાતાં ખોટા હોઇ મામલતદાર કચેરીએ પૂર્તતા બાદ ફરી ટ્રેઝરી શાખામાં તાજેતરમાં મોકલી અપાયાં હોઇ નજીકના દિવસોમાં ભથ્થાની રકમ ચૂકવાઇ જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ચૂંટણી ફરજમાં મહત્તમ રૂ.4500 થી 5000ની મર્યાદામાં મળવાપાત્ર ભથ્થા મહેસાણા તાલુકામાં 27 ઝોનલ સહિત વિવિધ કેડરમાં ફરજ બજાવેલા કર્મચારીઓને હજુ સુધી ચૂકવાયા નથી. પહેલા ગ્રાન્ટના અભાવે ચૂકવણું ન થયું, ત્યાર પછી મામલતદાર કચેરીએ ગ્રાન્ટ આવતાં અઠવાડિયા પહેલા કર્મચારીઓના બિલ બનાવીને જિલ્લા ટ્રેઝરીમાં મોકલી અપાયા હતા. પરંતુ ત્યાંથી કેટલાક કર્મચારીઓની વિગતો પૂર્તતા માટે પરત કરાઇ હોઇ કર્મચારીઓના બેંક ખાતાની ખરાઇ કરીને ફરી બિલો ટ્રેઝરી શાખામાં મોકલી અપાયા છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.