વૃદ્ધનું મોત:વિજાપુરના વસાઈમાં દૂધ લઈને પરત ઘરે આવી રહેવા વૃદ્ધને કાર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે મોત

મહેસાણા5 મહિનો પહેલા
  • કાર ચાલક મહિલાએ રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારી
  • વસાઈ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના વસાઈ બસ સ્ટોપ પાસે એક બેફામ ગાડી ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં ગાડી હંકારી રહેલી મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વિજાપુર તાલુકાના વસાઈ ખાતે રહેતા 66 વર્ષીય ડાહ્યાભાઈ સાંજે સાત વાગ્યે ગામના બસ સ્ટોપ પાસે આવેલી દૂધસાગર ડેરીમાં દૂધ લેવા ગયા હતા. દૂધ લઈને પરત આવી રહ્યા હતા, એ દરમિયાન ગોઝારિયા વિસનગર તરફ જતા માર્ગ પર ગોઝારિયા બાજુથી મહિલા પોતાની ગાડી લઈને આવી રહી હતી. જેણે રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધ રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોએ મહિલાની ગાડી રોકાવી હતી. ગાડી ચલાવનાર મહિલાનું નામ મહેતા રોશની હોવાનું સામે આવ્યું હતું. મૃતકના ભાઈએ ગાડી ચલાવનાર મહિલા સામે વસાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...