તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પૌત્ર સાથે બાઇક પર મહેસાણા આધારકાર્ડ કઢાવવા આવતાં વૃદ્ધાનું કારની ટક્કરે મોત

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રાધનપુર રોડ પર રોયલ માર્કેટ આગળ બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. - Divya Bhaskar
રાધનપુર રોડ પર રોયલ માર્કેટ આગળ બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો.
 • રાધનપુર રોડ પર રોયલ માર્કેટ નજીક કાર અથડાતાં બાઇક પલટ્યુંં,યુવકને ગંભીર ઇજા

અલોડાથી પૌત્રના બાઇક પર બેસીને મહેસાણા મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવવા નીકળેલા 78 વર્ષના વૃદ્ધાનું રાધનપુર રોડ પર કારની ટક્કરે મોત થયું હતું. જ્યારે યુવાનને ઇજા થતાં મહેસાણા સિવિલમાં લવાયો હતો. મહેસાણા તાલુકાના અલોડા ગામના 78 વર્ષના કાશીબેન કેશવલાલ પટેલ સોમવારે બપોરે પૌત્ર સુભાષ રતિલાલ પટેલ સાથે બાઇક પર મહેસાણા મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવવા નીકળ્યા હતા. બપોરે 1 વાગે તેઓ મહેસાણાના રાધનપુર રોડ પર સેલ્સ ઇન્ડિયા શો રૂમ પાસે રોયલ માર્કેટ નજીકથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે રોંગ સાઇડે આવેલી એસ્ટીમ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પરથી પટકાયેલા યુવાન અને તેની બાને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે ભેગા થયેલા લોકો તાત્કાલિક સારવાર માટે સિવિલ લઇ ગયા હતા. જ્યાં વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે યુવાનને દાખલ કરાયો હતો. આ બનાવની જાણ થતાં બી ડિવિજન પોલીસે લાશનું પીએમ કરાવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો