આત્મનિર્ભર ગ્રામ યાત્રા:મહેસાણા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ગોઝારીયાથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રારંભ કરાવ્યો

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 12 વિભાગો દ્વારા આજથી ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાશે

મહેસાણા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ ગોઝારીયા ગામેથી આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જિલ્લા પંચાયતની તમામ બેઠકોમાં ગ્રામપંચાયત રથો દ્વારા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લાના 12 વિભાગો દ્વારા આજથી ત્રણ દિવસનો કાર્યક્રમ યોજશે.

મહેસાણા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રાના પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગામડાઓના સર્વાંગિ વિકાસ થકી રાષ્ટ્રનો અવિરત વિકાસ થઇ રહ્યો છે.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગામાડાઓનો વિકાસ કરવા સરકાર કટિબદ્ધ બની છે. સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ ગ્રામયાત્રા થકી થઇ રહ્યો છે. રાજ્યમાં આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારીથી વિકાસયાત્રા સાકાર બનવા જઇ રહી છે.

શિક્ષણમંત્રીએ ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને સૌના સૌથ સૌના વિકાસથી આગળ વધી રહી છે. આ ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રામાં સ્વચ્છતા રેલી તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ઓડીએફ પ્લસ, સામુહિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, સામુહિક શૌચાલય તથા વ્યક્તિગત શૌચાલયની સમજ આપવા સાથે વ્યક્તિલક્ષી યોજનાઓની સમજ આપવામાં આવશે. આ ઉપરાંત વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિવકી, પેંફ્લેટ, વિગેરેના માધ્યમથી કરવામાં આવશે

શિક્ષણતમંત્રીએ આત્મનિર્ભર ગ્રામયાત્રાને લીલી ઝંડી આપી જિલ્લામાં ચાર રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ચાર રથો દ્વારા જિલ્લા પંચાયતની 42 બેઠકો પર 300થી વધુ ગામડાઓમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા થકી પ્રચાર પ્રસાર થનાર છે.

કાર્યક્રમમાં મંત્રી તેમજ મહાનંભાવોના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...