તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:દૂધ સાગર ડેરીના કર્મચારીઓની સહયોગ મંડળીની ચૂંટણીને ગ્રહણ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોર્ડ ઓફ નોમીનીઝને બંને પક્ષોને 26મીએ હાજર રહેવા આદેશ

મહેસાણા દૂધ સાગર ડેરની 2 હજાર કર્મચારીઓની સહયોગ મંડળીની ચૂંટણીનો મામલો બોર્ડ ઓફ નોમિનીઝમાં પહોંચ્યો છે. બોર્ડ ઓફ નોમિનીઝના સંયુક્ત રજિસ્ટ્રાર અને સદસ્યએ બંને પક્ષોને આગામી 26 ફેબ્રુઆરીની સુનાવણીમાં હાજર રહેવા આદેશ કર્યો છે. સહયોગની ચૂંટણીને લઇ દૂધસાગર ડેરીના સિક્યોરીટી હેડ ચૌધરી જ્યંતિભાઇ રામજીભાઇ અને સિક્યોરીટી ચૌધરી પ્રતાપભાઇ નરસિંહભાઇએ મહેસાણાના પાંજરાપોળ શોપિંગ સેન્ટર સ્થિત રજીસ્ટ્રાર નોમીન બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં પડકારી હતી.

જેને લઇ કોર્ટે દૂધસાગર ડેરીના કર્મચારીઓના શાખ અને પુરવઠા મંડળી લી., મંડળીના ચેરમેન ચૌધરી ભરતભાઇ ભેમજીભાઇ, મેનેજર ભરતભાઇ ચૌધરી અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મેનેજીંગ ડીરેક્ટરને સમન્સ પાઠવ્યા છે. તેમજ આગામી તા.26 ફેબ્રુઆરીએ સવારે 11.30 કલાકે બંને પક્ષોએ ઉપસ્થિત રહી દાવાના નિકાલ માટે આધાર-પુરાવા રજૂ કરવા કહેવાયું છે. તેમજ જો સમન્સ પાઠવેલ વ્યક્તિઓ ઉપસ્થિત નહીં રહે તો તેમની ગેરહાજરીમાં દાવાની સુનાવણી ચલાવી નિકાલ કરવાનું કહેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો