અકસ્માત:ખેરાલુમાં મીયાસણા રોડ પર બાજરી વાવવા જતા ખેડૂતના બાઇકને ઇકોએ ટક્કર મારી

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં બાઈક ચાલક ફગોળાઈને ખેતરોમાં પટકાયા

મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના ખેરાલુ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાઇ છે જેમાં એક બેફામ ઇકો ચાલકે એક બાઈક સવાર ને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો હાલમાં ઇકો ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખેરાલુ તાલુકાના ખેરપુર ખાતે રહેતા પ્રભુજી અમાજી ઠાકોર પોતાના મામા ના દીકરાનું બાઈક લઇ સવારે બાજરી વાવવા માટે મીયાસણા ખેતરમાં જઇ રહ્યા હતા એ દરમિયાન મીયાસનાં વાલાપુર રોડ પર વણાકમાં એક ઇકો ગાડીમાં ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલક ફગોળાઈને સાઈડના ખેતરોમાં પટકાયા હતા.જોકે સદનસીબે બાઈક ચાલકને અકસ્માતમાં કોઈ પ્રકારની ઈજાઓ થઈ નહોતી તેમજ GJ2CL4347 ના ચાલક અશ્વિનજી બકાજી ઠાકોર વિરુદ્ધ ખેરાલુ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...